(Source: ECI/ABP News/ABP Majha)
Jammu Kashmir Terror Attack: જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો પર આતંકી હુમલો, સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માં ફરી એક વાર આતંકી (Terrorist) એ સુરક્ષાદળો (Security Forces) પર હુમલો (Attack) કર્યો છે.
Terror Attack on Security Forces: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માં ફરી એક વાર આતંકી (Terrorist) એ સુરક્ષાદળો (Security Forces) પર હુમલો (Attack) કર્યો છે. જમ્મુ કાશ્મીરના અલી જાન રોડ (Ali Jan Road) પર સુરક્ષાદળો પર આતંકીઓએ ગ્રેનેડ (Grenade) ફેંકીને હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફ (CRPF) ના એક જવાન સામાન્ય રીતે ઈજાગ્રસ્ત થયા છે. આતંકીઓએ ઈદગાહ પાસે જવાનો પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ જવાનો એલર્ટ થઈ ગયા અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન(Search Operation) શરૂ કર્યું. શ્રીનગર પોલીસે(Srinagar Police) આ હુમલા અંગે માહિતી આપતા જણાવ્યું કે સૈનિકોએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો માટે આતંકવાદી હુમલા સામાન્ય બની ગયા છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની આ નાપાક હરકતો સતત વધી રહી છે. આ પહેલા શુક્રવારે (12 ઓગસ્ટ) અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ/CRPFની સંયુક્ત નાકા પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયા હતા. આ હુમલા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતા.
બાંદીપોરામાં પરપ્રાંતિય મજૂરની ગોળી મારીને હત્યા
આ પહેલા જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓએ બિહારના એક પ્રવાસી મજૂરની ગોળી મારીને હત્યા કરી હતી. ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપતા કાશ્મીર ઝોનની પોલીસે જણાવ્યું હતું કે, 'મધેરાતે બિહારના મધેપુરાના બેસાડમાં રહેતા મોહમ્મદ અમરેજના પુત્ર મોહમ્મદ જલીલ પર બાંદીપોરાના સોડનારા સંબલમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો અને તેમને ઘાયલ કર્યા હતા.'
દેશના 75મા સ્વતંત્રતા દિવસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે
તમને જણાવી દઈએ કે બે દિવસ પછી દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યો છે, આવી સ્થિતિમાં આ છૂટાછવાયા આતંકવાદી હુમલાઓ દેશની આ ઉજવણીને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ હુમલા એવા સમયે થયા છે જ્યારે દેશ સોમવારે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છે. તે જ સમયે, આ અઠવાડિયે ગુરુવાર (11 ઓગસ્ટ) ના રોજ, આતંકવાદીઓએ રાજૌરી જિલ્લામાં આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલો કર્યો, જેમાં ચાર જવાન શહીદ થયા. સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં બે આતંકીઓ પણ માર્યા ગયા હતા.