શોધખોળ કરો
મહારાષ્ટ્ર મંત્રીમંડળ વિસ્તરણઃ અજિત પવાર બનશે ડેપ્યૂટી CM, પૃથ્વીરાજ ચવ્હાણ અને સંજય રાઉતના ભાઇનુ પત્તુ કપાયુઃ સુત્ર
ખાસ વાત છે કે, જ્યારે ઉદ્વવ સરકાર માટે અજિત પવારે પોતાના બાયૉડેટા આપ્યો ત્યારે તેમને દેવેન્દ્ર ફડણવીસ સાથેના ત્રણ દિવસના ડેપ્યૂટી સીએમ કાર્યકાળનો પણ ઉલ્લેખ કર્યો હતો
મુંબઇઃ મહારાષ્ટ્રમાં આજે ઉદ્વવ સરકાર મંત્રીમંડળનુ વિસ્તરણ થવાનુ છે. આને લગતી કેટલીક માહિતી સામે આવી ચૂકી છે. સુ્ત્રો અનુસાર, એનસીપી નેતા અજિત પવાર સરકારમાં ડેપ્યૂટી સીએમ બનશે. આની સાથે સાથે રિપોર્ટ એવા પણ છે કે કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણનુ પત્તુ કપાઇ ગયુ છે.
આજે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના કુલ મળીને 36 ધારાસભ્ય મંત્રીપદના શપથ લેશે. શિવસેના અને એનસીપીના કોટામાં 13-13 મંત્રી, જ્યારે કોંગ્રેસના કોટામાં 10 મંત્રીઓ શપથ લઇ શકે છે.
રિપોર્ટ પ્રમાણે, માહિતી બહાર આવી છે કે, મહારાષ્ટ્રમાં એનસીપી માટે અજિત પાવર સિવાય કોઇ વિકલ્પ ન હતો. કેમકે એનસીપી માટે મહારાષ્ટ્રમાં અજિત પવાર જ એક મોટુ નામ છે, અજિત પવારની રાજકીય અને વહીવટી ક્ષમતા પણ સૌથી સારી છે.
ખાસ વાત છે કે, જ્યારે ઉદ્વવ સરકાર માટે અજિત પવારે પોતાના બાયૉડેટા આપ્યો ત્યારે તેમને દેવેન્દ્ર ફડણવીસ સાથેના ત્રણ દિવસના ડેપ્યૂટી સીએમ કાર્યકાળનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement