શોધખોળ કરો

National Herald Case: EDએ રાહુલ ગાંધીને કાલે પણ બોલાવ્યા, પાંચમી વાર થશે પૂછપરછ

Rahul Gandhi Questioning: ED આવતીકાલે 21 જૂને પાંચમી વાર રાહુલ ગાંધીની પૂછપરછ કરશે.

National Herald Case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે  (ED) નેશનલ હેરાલ્ડ ન્યૂઝ પેપર સાથે સંબંધિત કથિત મની લોન્ડરિંગ (National Herald Money laundering case)ના સંબંધમાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પૂછપરછ કરવાનું ચાલુ રાખ્યું છે. આજે 20 જૂને લગભગ 10 કલાકની પૂછપરછ થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આવતીકાલે 21 જૂને મંગળવારે પણ રાહુલ ગાંધીને ED દ્વારા બોલાવવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે તેની સતત ત્રણ દિવસ પૂછપરછ કરવામાં આવી હતી.

આજે 10 કલાક પૂછપરછ થઇ 
રાહુલ ગાંધી આજે 20 જૂને સવારે 11.05 વાગ્યે મધ્ય દિલ્હીમાં એપીજે અબ્દુલ કલામ રોડ પર સ્થિત ED હેડક્વાર્ટર પહોંચ્યા હતા. કેન્દ્રીય તપાસ એજન્સીની ઓફિસની આસપાસ પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે અને ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) ની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો અમલમાં મુકવામાં આવ્યાં હતા. 

રાહુલ ગાંધી બપોરે 3.30 વાગે લંચ માટે ED ઓફિસમાંથી બહાર આવ્યા હતા અને લગભગ એક કલાક બાદ ફરીથી ED ઓફિસ પહોંચ્યા હતા. જે બાદ ફરી પૂછપરછ શરૂ થઈ હતી. આજે રાહુલ ગાંધીની 10 કલાક પૂછપરછ થઇ હતી. 

ગયા અઠવાડિયે પણ થઇ હતી પૂછપરછ 
ગયા અઠવાડિયે સોમવાર, મંગળવાર અને બુધવારે સતત ત્રણ દિવસ ED અધિકારીઓ દ્વારા રાહુલ ગાંધીની 30 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી, જે દરમિયાન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.

તેઓ ગયા શુક્રવારે ફરીથી તપાસ એજન્સી સમક્ષ હાજર થવાના હતા, પરંતુ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે EDના તપાસ અધિકારીને પત્ર લખીને શુક્રવાર 17 જૂનના રોજ થનારી પૂછપરછમાંથી મુક્તિ આપવા વિનંતી કરી હતી કારણ કે તેમની માતા સોનિયા ગાંધી બીમાર હતા.  EDએ તેની વિનંતી સ્વીકારી હતી અને તેને આજે  20 જૂને હાજર થવા જણાવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan Hit And Run: પાટણના હારીજ ચાણસ્મા હાઈવે પર હિટ એંડ રનમાં એકનું મોતRajkot Accident News: રાજકોટમાં સિટી બસના કહેરના CCTV ફૂટેજ આવ્યા સામેBhavnagar Accident News: ભાવનગરમાં ફરી સામે આવ્યો ડમ્પરનો કહેર, ઘોઘા તાલુકામાં ડમ્પર ચાલકે બે લોકોને કચડયાReality Check: પોલીસ ડમ્પર ચાલકને ક્યારે પકડશે?, અમદાવાદમાં ABP અસ્મિતાનુ રિયાલિટી ચેક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Embed widget