શોધખોળ કરો
Advertisement
કોરોનાઃ ભારતીય એરફોર્સના નિર્દેશ- એરલિફ્ટિંગ દરમિયાન કોકપિટમાંથી બહાર ના નીકળે પાયલોટ
કોરોના વાયરસના ખતરાને જોતા વિદેશથી ભારતીયોને પાછા લાવવાના અભિયાનો દરમિયાન પાયલટોને કોકપિટની બહાર ન નીકળવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ ભારતીય એરફોર્સે પોતાના પાયલટોને વિદેશમાં ભારતીય નાગરિકોને પાછા લાવવાના અભિયાનો દરમિયાન કોકપિટની અંદર જ રહેવાના નિર્દેશ આપ્યા છે. કોરોના વાયરસના ખતરાને જોતા વિદેશથી ભારતીયોને પાછા લાવવાના અભિયાનો દરમિયાન પાયલટોને કોકપિટની બહાર ન નીકળવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
એરફોર્સની એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે પાયલટોને સલાહ આપવામાં આવે છે કે કોકપિટની બહાર ના નીકળે. તમામ મુસાફરોને ખાંસી દરમિયાન રાખવાની સાવધાનીઓ, સોશિયલ ડિસ્ટેન્સિંગ અને સાફસફાઇ અંગે બતાવવામાં આવી રહ્યુ છે. ભારતીય એરફોર્સના વિમાનમાં પ્રવેશતા અગાઉ તમામ વ્યક્તિની થર્મલ સ્ક્રીનિંગ કરાવવામાં આવશે અને કોઇ વ્યક્તિમાં એવા લક્ષણો દેખાશે તો તેને વિમાન પર ચઢવા દેવામાં નહી આવે. તે સિવાય તમામ મુસાફરોને પોતાના હાથ સેનિટાઇઝર્સથી સાફ કરવા જરૂરી છે.ભારતીય એરફોર્સે અત્યાર સુધીમાં ચીન અને ઇરાનથી 170 ભારતીય મુસાફરોને એરલિફ્ટ કરી ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion