શોધખોળ કરો
Advertisement
નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં પાસ થતાં સોનિયા ગાંધીએ કહ્યું- બંધારણીય ઈતિહાસનો કાળો દિવસ
સોનિયા ગાંધીએ કહ્યું, આપણા પૂર્વજો આઇડિયા ઑફ ઈન્ડિયાના જે આદર્શને લઈને લડ્યા હતા, આ બિલ મૌલિક રીતે તેના વિરુદ્ધ છે. આ બિલ એક એવા વિકૃત અને ભાગલા પડેલા દેશના નિર્માણ માટે પ્રયત્ન કરે છે, જ્યાં ધર્મ જ રાષ્ટ્રીયતા નક્કી કરશે.
નવી દિલ્હી: વિપક્ષના ભારે હંગામાં વચ્ચે લાંબી ચર્ચા બાદ ‘નાગરિકતા સંશોધન બિલ 2019’ રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. રાજ્યસભામાં બિલના સમર્થનમાં 125 મત મળ્યા હતા જ્યારે બિલના વિરુદ્ધમાં 105 મત પડ્યા હતા. આ બિલને હવે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. જેમની મંજૂરી બાદ બિલ કાયદો બની જશે. આ બિલ પર કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તીખી પ્રતિક્રિયા આપી છે.
સોનિયા ગાંધીએ કહ્યું કે, “આજે ભારતના બંધારણીય ઈતિહાસનો કાળો દિવસ છે. નાગરિકતા સંશોધન બિલ પાસ થયું ભારતના સંકુચિત માનસિકતા અને કટ્ટરતા ધરાવતા લોકોની જીત છે.” તેમણે કહ્યું આપણા પૂર્વજો આઇડિયા ઑફ ઈન્ડિયાના જે આદર્શને લઈને લડ્યા હતા, આ બિલ મૌલિક રીતે તેના વિરુદ્ધ છે. આ બિલ એક એવા વિકૃત અને ભાગલા પડેલા દેશના નિર્માણ માટે પ્રયત્ન કરે છે, જ્યાં ધર્મ જ રાષ્ટ્રીયતા નક્કી કરશે.
તેમણે કહ્યું કે, આ વિડંબણા છે કે આ બિલ ત્યારે પાસ થયું જ્યારે દેશમાં જ નહીં સમગ્ર દુનિયા મહાત્મા ગાંધીની 150મીં જયંતી ઉજવી રહ્યાં છે. આપણા દેશનો ઈતિહાસ રહ્યો છે કે જ્યાં ઐતિહાસિક રીતે તમામ ધર્મોના અને તમામ દેશના શર્ણાર્થીઓને નાગરિકતા આપવામાં આવી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે ભાજપના વિભાજકારી એજન્ડા વિરુદ્ધ કૉંગ્રેસ પોતાનો સંઘર્ષ ચાલુ રાખવા પ્રતિબદ્ધ છે.Congress Interim President Sonia Gandhi: Today marks a dark day in the constitutional history of India. #CitizenshipAmendmentBill2019 https://t.co/WmiN8R29mm
— ANI (@ANI) December 11, 2019
જે સ્કૂલમાં તમે ભણો છો, તેના હેડમાસ્ટર અમે છીએ, દેશભક્તિના પ્રમાણપત્રની નથી જરૂર: સંજય રાઉત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion