શોધખોળ કરો

આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ

Tomorrow weather forecast 6 July: દિલ્હીથી તમિલનાડુ સુધી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જાણો 6 જુલાઈએ તમારા રાજ્યમાં કેવું રહેશે હવામાન.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતીય હવામાન વિભાગે 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી.
  • દિલ્હી, બિહાર, મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદનું
  • ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં ભારે પવન સાથે વરસાદની આગાહી.
  • પશ્ચિમ બંગાળ, તમિલનાડુમાં પણ હળવા વરસાદની શક્યતા છે.

Tomorrow weather forecast 6 July: ચોમાસાની જમાવટ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) એ એક મોટી ચેતવણી જારી કરી છે. આગામી 10 કલાકમાં દિલ્હીથી લઈને તમિલનાડુ સુધીના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે, જેનાથી ખેડૂતોના પાકને નુકસાન થવાની અને સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની ભીતિ છે. તેથી, લોકોને ઘરની બહાર નીકળતી વખતે ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગે જે 15 રાજ્યો માટે એલર્ટ આપ્યું છે તેમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, આસામ અને ત્રિપુરા સામેલ છે. ચાલો જાણીએ મુખ્ય રાજ્યોમાં આવતીકાલે કેવો રહેશે વરસાદી માહોલ.

દિલ્હી-NCR: ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં 6 જુલાઈના રોજ ભારે વરસાદની ચેતવણી છે. ઉત્તર દિલ્હી (સિવિલ લાઇન્સ, DU કેમ્પસ), દક્ષિણ દિલ્હી (હૌઝ ખાસ, વસંત કુંજ) અને પૂર્વ દિલ્હીના (મયુર વિહાર, શાહદરા) મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. અહીં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ 29 ડિગ્રી સેલ્સિયસ રહેવાની વકી છે.

ઉત્તર પ્રદેશ: જોરદાર પવન સાથે મેઘમહેર

યુપીના ઘણા જિલ્લાઓમાં આવતીકાલે જોરદાર પવન સાથે વરસાદ પડશે. દેવરિયા, બલિયા, બરેલી, મેરઠ અને આગ્રા સહિતના વિસ્તારોમાં 40 થી 50 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદનું એલર્ટ છે. જ્યારે રાજધાની લખનૌ, નોઈડા અને આઝમગઢમાં હળવો વરસાદ પડી શકે છે. લખનૌમાં તાપમાન 36 થી 30 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે.

આ પણ વાંચોઃ અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ

બિહાર અને મહારાષ્ટ્ર: અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'

બિહાર: ગયા, નાલંદા, રોહતાસ અને ઔરંગાબાદ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદનું 'રેડ એલર્ટ' આપવામાં આવ્યું છે. પટના અને ભાગલપુર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. પટનાનું તાપમાન 32 અને 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.

મહારાષ્ટ્ર: અહીં મેઘરાજા તોફાની બેટિંગ કરવાના છે. મુંબઈના અંધેરી, મરીન ડ્રાઈવ અને વસઈ-વિરાર સહિત પુણે, નાગપુર અને થાણે માટે પણ રેડ એલર્ટ જારી કરાયું છે. અહીં 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને મહત્તમ-લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ આસપાસ જળવાઈ રહેશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે

રાજસ્થાન અને મધ્ય પ્રદેશ: તોફાની પવન સાથે વરસાદ

રાજસ્થાન: 6 થી 11 જુલાઈ સુધી જોધપુર, જયપુર અને ઉદયપુર સહિતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. પવનની ઝડપ 41 થી 61 કિમી પ્રતિ કલાક રહી શકે છે. જયપુરમાં તાપમાન 36 અને 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

મધ્ય પ્રદેશ: 10 જુલાઈ સુધી ભોપાલ, ધાર, ગ્વાલિયર અને જબલપુર પંથકમાં તોફાની પવન (41 થી 61 કિમી/કલાક) સાથે ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. ભોપાલમાં તાપમાન 30 થી 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.

પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ

પશ્ચિમ બંગાળના કોલકાતા, હાવડા અને દાર્જિલિંગ સહિતના તમામ મુખ્ય વિસ્તારોમાં છૂટાછવાયા અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, દક્ષિણ ભારતમાં તમિલનાડુ અને પુડુચેરીમાં આગામી 10 જુલાઈ સુધી મધ્યમ વરસાદની વકી છે. ચેન્નાઈમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડી શકે છે, જ્યાં તાપમાન 37 થી 29 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે.

Frequently Asked Questions

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા કઈ ચેતવણી જારી કરવામાં આવી છે?

IMD એ આગામી 10 કલાકમાં 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી છે. આ દરમિયાન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે.

કયા 15 રાજ્યો માટે હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે?

દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, આસામ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે.

કયા રાજ્યોમાં 'રેડ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે?

બિહારના ગયા, નાલંદા, રોહતાસ અને ઔરંગાબાદ જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' છે. મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણે, નાગપુર અને થાણે માટે પણ 'રેડ એલર્ટ' જારી કરાયું છે.

આ હવામાનને કારણે શું અસર થઈ શકે છે?

આનાથી ખેડૂતોના પાકને નુકસાન થવાની અને સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની ભીતિ છે. લોકોને ઘરની બહાર નીકળતી વખતે ખાસ સાવચેતી રાખવાની સલાહ અપાઈ છે.

ટોપ સ્ટોરી

'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Demolition Update: દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું બુલડોઝર, 250 પોલીસ તૈનાત
Demolition Update: દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું બુલડોઝર, 250 પોલીસ તૈનાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત

Embed widget