શોધખોળ કરો

આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ

Tomorrow Weather 9 July: મુંબઈમાં 15 જુલાઈ સુધી વરસાદથી રાહત નહીં; દિલ્હી, યુપી અને બિહાર સહિતના રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, જાણો તમારા રાજ્યનું હવામાન.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • IMDએ 9 જુલાઈએ 23 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી.
  • ઉત્તર પ્રદેશ, દિલ્હીમાં 90 કિમીની ઝડપે પવન ફૂંકાશે.
  • બિહાર, પહાડી રાજ્યોમાં વરસાદ, મુંબઈમાં રાહત નહીં.

Tomorrow Weather 9 July: દેશભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ સહન કર્યા બાદ હવે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા માટે તૈયાર છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આવતીકાલે, 9 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશ, દિલ્હી અને બિહાર સહિત દેશના 23 રાજ્યોમાં ભારે વરસાદ અને ભયંકર વાવાઝોડાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ વાતાવરણના પલટા દરમિયાન કેટલાક વિસ્તારોમાં 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. ખાસ કરીને ખેડૂતો અને માછીમારોને દરિયો ન ખેડવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. મુંબઈકરો માટે પણ ચિંતાના સમાચાર છે, કારણ કે ત્યાં 15 જુલાઈ સુધી ખતરનાક વરસાદથી કોઈ જ રાહત મળવાની શક્યતા નથી. તેથી લોકોએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે.

આ સમગ્ર હવામાનમાં આવેલા પલટા પાછળનું મુખ્ય કારણ ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેને અડીને આવેલા દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર સર્જાયેલું લો-પ્રેશર (નીચા દબાણનો વિસ્તાર) છે. આ સિસ્ટમ આવતીકાલે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યા બાદ ઉત્તર પ્રદેશ તરફ વળશે. ચાલો જાણીએ આવતીકાલે, 9 જુલાઈએ દેશના અલગ-અલગ રાજ્યોમાં હવામાનનો મિજાજ કેવો રહેશે.

દિલ્હી અને યુપીમાં વાવાઝોડાનો ખતરો

દિલ્હીમાં 9 જુલાઈએ ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં 70 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દિલ્હીનું તાપમાન 29 ડિગ્રી મહત્તમ અને 27 ડિગ્રી લઘુત્તમ રહેવાની ધારણા છે. બીજી તરફ, યુપીમાં તો મેઘરાજા જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાના હોય તેમ 90 કિમીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી છે. મેરઠ, નોઈડા, ગાઝિયાબાદ, આગ્રા, અયોધ્યા, પ્રયાગરાજ સહિતના 20 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. લખનૌમાં 9 જુલાઈએ મહત્તમ તાપમાન 33 અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત

બિહાર અને ઝારખંડમાં કેવું રહેશે વાતાવરણ?

બિહારના પટના, મુઝફ્ફરપુર, ભાગલપુર સહિતના જિલ્લાઓમાં 9 થી 11 જુલાઈ સુધી મધ્યમથી ભારે વરસાદ અને 60 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 9 જુલાઈએ પટનાનું મહત્તમ તાપમાન 32 અને લઘુત્તમ 27 ડિગ્રી સુધી પહોંચશે. જ્યારે પાડોશી રાજ્ય ઝારખંડના રાંચી, ધનબાદ અને જમશેદપુરમાં પણ 9 અને 10 જુલાઈએ 50 થી 55 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદની આગાહી છે.

પહાડી રાજ્યોમાં મુસાફરી કરતા પહેલા સાવધાન

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર જેવા પહાડી રાજ્યોમાં પણ હવામાન બગડવાની પૂરી શક્યતા છે. ઉત્તરાખંડના નૈનીતાલ, હરિદ્વાર અને ઋષિકેશ તેમજ હિમાચલના શિમલા અને મનાલીમાં 9 થી 11 જુલાઈ સુધી વરસાદ અને તોફાનની ચેતવણી અપાઈ છે. અહીં 60 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જમ્મુ-કાશ્મીરમાં પણ 9 જુલાઈએ શ્રીનગર, અનંતનાગ અને કુપવાડા સહિતના વિસ્તારો માટે વરસાદ અને તોફાનનું યલો એલર્ટ જાહેર કરાયું છે.

આ પણ વાંચોઃ આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

પંજાબ, બંગાળ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સ્થિતિ

પંજાબના અમૃતસર, લુધિયાણા અને પટિયાલામાં 70 થી 80 કિમીની સ્પીડે પવન સાથે ભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે પશ્ચિમ બંગાળના કોલકાતા, જલપાઈગુડી અને આસપાસના વિસ્તારોમાં 60 થી 65 કિમીની ઝડપે પવન સાથે મધ્યમથી ભારે વરસાદની ચેતવણી છે. મધ્યપ્રદેશના મુરેના, છતરપુર અને ગુના સહિતના વિસ્તારોમાં 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ભોપાલમાં તાપમાન 30 ડિગ્રી મહત્તમ રહી શકે છે. આ તરફ રાજસ્થાનના જયપુર, અજમેર, બિકાનેર અને જેસલમેરમાં 9 અને 10 જુલાઈએ 70 થી 75 કિમીની ઝડપે પવન સાથે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.

Frequently Asked Questions

આવતીકાલે, 9 જુલાઈએ કયા રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી છે?

હવામાન વિભાગ દ્વારા 9 જુલાઈએ ઉત્તર પ્રદેશ, દિલ્હી અને બિહાર સહિત દેશના 23 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

મુંબઈમાં વરસાદથી ક્યારે રાહત મળવાની શક્યતા છે?

મુંબઈકરો માટે ચિંતાના સમાચાર છે, કારણ કે ત્યાં 15 જુલાઈ સુધી ખતરનાક વરસાદથી કોઈ જ રાહત મળવાની શક્યતા નથી. તેથી લોકોએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે.

આ હવામાનના પલટા પાછળનું મુખ્ય કારણ શું છે?

આ સમગ્ર હવામાનમાં આવેલા પલટા પાછળનું મુખ્ય કારણ ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેને અડીને આવેલા દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર સર્જાયેલું લો-પ્રેશર (નીચા દબાણનો વિસ્તાર) છે.

હવામાન વિભાગ દ્વારા કોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે?

ખાસ કરીને ખેડૂતો અને માછીમારોને દરિયો ન ખેડવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. લોકોએ પણ સામાન્ય રીતે સાવધાની રાખવાની જરૂર છે.

આવતીકાલે 9 જુલાઈએ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં હવામાન કેવું રહેશે?

દિલ્હીમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ છે, જ્યાં 70-80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. યુપીમાં 90 કિમી/કલાકની ઝડપે પવન અને 20થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.

ટોપ સ્ટોરી

નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Trending Video: લડતા-લડતા આવ્યા બે સાંઢ અને કરી દીધો કાંડ, ક્ષણભરમાં જ ચકનાચૂર થઇ ગઇ KWID
Trending Video: લડતા-લડતા આવ્યા બે સાંઢ અને કરી દીધો કાંડ, ક્ષણભરમાં જ ચકનાચૂર થઇ ગઇ KWID

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Embed widget