શોધખોળ કરો

આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

South Gujarat Rain Forecast: વેલમાર્ક લો પ્રેશરથી દક્ષિણમાં ઓરેન્જ એલર્ટ, તો 17થી 20 જુલાઈ વચ્ચે ફરી મેઘમેહરની શક્યતા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી.
  • નવસારી, વલસાડ, ડાંગમાં ઓરેન્જ એલર્ટ; માછીમારોને દરિયો ન ખેડવા સૂચન.
  • અંબાલાલ: આવતીકાલથી વરસાદ ઘટશે, જુલાઈમાં નવી સિસ્ટમ સક્રિય થશે.
  • ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અલનીનોની અસરથી વરસાદ ઘટવાની સંભાવના વ્યક્ત કરાઈ.

South Gujarat Rain Forecast: ગુજરાતમાં અત્યારે ચોમાસું જામ્યું છે ત્યારે હવામાન વિભાગે આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વેલમાર્ક લો પ્રેશર અને ત્રણ ટ્રફ એકસાથે સક્રિય થતાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે. તો બીજી તરફ, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવતીકાલથી વરસાદનું જોર ઘટશે, પરંતુ જુલાઈના મધ્યમાં ફરી નવી સિસ્ટમ બનશે અને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અલનીનોની અસર જોવા મળી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ક્યાં કેવું એલર્ટ?

હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી મુજબ, આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની શક્યતા હોવાથી 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરત, તાપી, ભાવનગર, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં આજે વરસાદ માટે 'યલો એલર્ટ' અપાયું છે. આવતીકાલની વાત કરીએ તો તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને સંઘ પ્રદેશોમાં યલો એલર્ટ રહેશે.

ક્યાં કેટલો વરસાદ અને શું છે ચેતવણી?

રાજ્યના વરસાદના આંકડા પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો સરેરાશ કરતાં 6 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં 18 ટકાની ઘટ છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન રહ્યા છે અને ત્યાં સરેરાશ કરતાં 4 ટકા વધુ વરસાદ ખાબક્યો છે.

ભારે વરસાદની આગાહીને પગલે દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને સાવચેત રહેવા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે. દરિયામાં ભારે પવન ફૂંકાવાની પૂરેપૂરી શક્યતા હોવાથી માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું શું છે અનુમાન?

બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને પોતાનું મહત્વનું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના જણાવ્યા અનુસાર, આજે મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે આવતીકાલથી વરસાદનું જોર ઘટશે અને આકાશમાં ઉઘાડ નીકળવાની પૂરી શક્યતા છે.

પરંતુ આ વિરામ લાંબો સમય નહીં ટકે. અંબાલાલ પટેલનું કહેવું છે કે 13 અને 14 જુલાઈની આસપાસ બંગાળના ઉપસાગરમાં એક નવી વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે. આ નવી સિસ્ટમની અસરથી 17 થી 20 જુલાઈ વચ્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરીથી સારો વરસાદ જોવા મળી શકે છે. આ ઉપરાંત, ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.

જોકે, ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ચિંતાનો વિષય એ છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદ પર 'અલનીનો'ની (El Nino) અસર જોવા મળી શકે છે, જેનાથી વરસાદ પર બ્રેક વાગી શકે છે. અંબાલાલ પટેલે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે 13 સપ્ટેમ્બર પછી રાજ્યમાં આકરી ગરમી પડવાની શરૂઆત થઈ શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી

Frequently Asked Questions

આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શું આગાહી છે?

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વેલમાર્ક લો પ્રેશર અને ત્રણ ટ્રફ સક્રિય હોવાથી મેઘરાજા રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે.

આજે કયા વિસ્તારો માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે?

આજે નવસારી, વલસાડ, ડાંગ અને સંઘ પ્રદેશ દમણ-દાદરાનગર હવેલી માટે અતિભારે વરસાદની શક્યતાને પગલે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદ અને અલનીનો વિશે શું આગાહી છે?

અંબાલાલ પટેલના મતે આવતીકાલથી વરસાદનું જોર ઘટશે, પરંતુ જુલાઈના મધ્યમાં નવી સિસ્ટમ બનશે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અલનીનોની અસરથી વરસાદ પર બ્રેક લાગી શકે છે.

માછીમારોને શું ચેતવણી આપવામાં આવી છે?

દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના અપાઈ છે.

Advertisement

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget