શોધખોળ કરો

આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 70kmphની ઝડપે પવન ફૂંકાશે

IMD Weather Update: ઉત્તર અને પૂર્વ ભારતમાં ભારે વરસાદ અને તોફાનની આગાહી, જ્યારે રાજસ્થાનમાં કાળઝાળ ગરમીનું એલર્ટ; જાણો IMDનું લેટેસ્ટ અપડેટ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૧૬ રાજ્યોમાં વરસાદ-તોફાન, ૪૦-૭૦ કિમી/કલાકની ઝડપે પવન.
  • દિલ્હી-NCRમાં વાદળછાયું, હળવો વરસાદ, ૪૧ ડિગ્રી તાપમાન.
  • બિહાર-ઝારખંડમાં વાવાઝોડું, ૫૦-૭૦ કિમી/કલાકની ઝડપે પવન.
  • પહાડી રાજ્યોમાં વરસાદ, હિમવર્ષા, ભૂસ્ખલનનું જોખમ.
  • રાજસ્થાનમાં ગરમીનો કહેર, તાપમાન ૪૫ ડિગ્રી પાર જશે.

IMD Weather Update: એક તરફ દેશના કેટલાક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે, તો બીજી તરફ ચોમાસાના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ (IMD) દ્વારા બિહાર, ઝારખંડ અને હિમાચલ પ્રદેશ સહિત દેશના 16 જેટલા રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. આગામી 4 દિવસોમાં આ રાજ્યોમાં 40 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે. જ્યારે 19 મે સુધી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ હજુ પણ જોવા મળશે. દક્ષિણ બંગાળની ખાડી અને આંદામાન-નિકોબાર ટાપુઓમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે.

દિલ્હી-NCRમાં કેવું રહેશે હવામાન? (13 થી 16 મે)

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ દરમિયાન 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ગાજવીજ સાથે હળવા વરસાદની પણ શક્યતા છે. 15 મેના રોજ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જોકે, 16 મેના રોજ આકાશ એકદમ સ્વચ્છ થઈ જશે અને 15 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

ઉત્તર પ્રદેશમાં ગરમી અને ભેજ વધશે

યુપીમાં આગામી બે-ત્રણ દિવસ સુધી આકાશ સ્વચ્છ રહેશે, પરંતુ તાપમાન વધવાની સાથે ભેજ પણ લોકોને પરેશાન કરી શકે છે. રાજધાની લખનૌ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદની કોઈ જ આગાહી નથી. જોકે, પશ્ચિમ યુપીના મેરઠ, બુલંદશહેર અને શામલીમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને હળવો ઝરમર વરસાદ પડી શકે છે.

બિહાર અને ઝારખંડમાં વરસાદ અને તોફાની પવન (14 થી 18 મે)

બિહારમાં 14 થી 17 મે દરમિયાન વરસાદ અને જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. ખાસ કરીને 16 મેના રોજ 50 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દરભંગા અને પૂર્ણિયામાં હવામાન વધુ સક્રિય રહેશે. બીજી તરફ ઝારખંડમાં પણ 14 થી 18 મે દરમિયાન વાવાઝોડા અને હળવા વરસાદની આગાહી છે. લોકોને વીજળી પડવાના ડરથી ખુલ્લા મેદાનો અને ઝાડથી દૂર રહેવાની ખાસ સલાહ આપવામાં આવી છે.

દેશમાં ચોમાસું સમય કરતા વહેલું આવશે, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં 7 દિવસમાં જ આ જગ્યાએ એન્ટ્રીની શક્યતા

પહાડી રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલમાં હિમવર્ષા અને ભૂસ્ખલનની ચેતવણી

ઉત્તરાખંડમાં 14 મેના રોજ 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને દેહરાદૂન, નૈનીતાલ, મસૂરી જેવા પહાડી વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ચારધામ યાત્રાના માર્ગો પર રસ્તા લપસણા થવાને કારણે અને પથ્થરો પડવાના જોખમથી પ્રવાસીઓને સાવચેત રહેવા જણાવાયું છે. હિમાચલ પ્રદેશમાં 15 અને 16 મેના રોજ શિમલા, મનાલી અને ધર્મશાળા જેવા વિસ્તારોમાં 30 થી 50 કિમીની ઝડપે પવન સાથે વરસાદની અને ઊંચાઈવાળા ભાગોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. અહીં પણ ભૂસ્ખલનનું મોટું જોખમ રહેલું છે.

રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ (15 થી 18 મે)

દેશમાં એક બાજુ વરસાદનો માહોલ છે, તો બીજી બાજુ પશ્ચિમ રાજસ્થાનમાં 15 થી 18 મે સુધી ભીષણ ગરમી અને હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. જેસલમેર, બિકાનેર અને જોધપુરમાં તાપમાન 45 ડિગ્રીને પાર જઈ શકે છે. જયપુર, અજમેર અને કોટામાં પણ ગરમ પવનો ફૂંકાશે. પૂર્વ રાજસ્થાનના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે, પરંતુ રાત્રે પણ ગરમીથી ખાસ રાહત મળવાની કોઈ આશા નથી.

આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Frequently Asked Questions

કયા રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે?

હવામાન વિભાગે બિહાર, ઝારખંડ અને હિમાચલ પ્રદેશ સહિત દેશના 16 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી છે. આગામી 4 દિવસોમાં 40 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે.

દિલ્હી-NCRમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે?

દિલ્હી-NCRમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. 16 મેના રોજ આકાશ સ્વચ્છ થઈ જશે.

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હવામાનની શું આગાહી છે?

ઉત્તરાખંડમાં 14 મેના રોજ 50 કિમીની ઝડપે પવન સાથે વરસાદની શક્યતા છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં 15-16 મેના રોજ 30-50 કિમીની ઝડપે પવન સાથે વરસાદ અને ઊંચાઈવાળા ભાગોમાં હિમવર્ષા થઈ શકે છે.

રાજસ્થાનમાં ગરમીનું શું એલર્ટ છે?

પશ્ચિમ રાજસ્થાનમાં 15 થી 18 મે સુધી ભીષણ ગરમી અને હીટવેવનું એલર્ટ છે. જેસલમેર, બિકાનેર અને જોધપુરમાં તાપમાન 45 ડિગ્રીને પાર જઈ શકે છે.

ટોપ સ્ટોરી

5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
'બંધારણથી જ સત્તા મળે અને જાય', બંધારણ ગૌરવ દિવસે અમિત શાહનો રાહુલ ગાંધી પર કટાક્ષ
'બંધારણથી જ સત્તા મળે અને જાય', બંધારણ ગૌરવ દિવસે અમિત શાહનો રાહુલ ગાંધી પર કટાક્ષ
26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

Embed widget