શોધખોળ કરો

આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

India weather update May 13: ઉત્તર અને પૂર્વ ભારતમાં 60 km/hની ઝડપે પવન ફૂંકાશે; દિલ્હી, યુપી, બિહાર અને પહાડી રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જ્યારે રાજસ્થાનમાં હીટવેવની ચેતવણી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આવતીકાલે ૧૫ રાજ્યોમાં અચાનક હવામાન પલટો આવશે.
  • દિલ્હી, યુપી, બિહાર, ઝારખંડમાં ભારે પવન સાથે વરસાદ.
  • પહાડી રાજ્યોમાં ગાજવીજ, કરા, અને ભારે વરસાદની શક્યતા.
  • તમિલનાડુમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી.

India weather update May 13: કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ (IMD) દ્વારા એક મોટું અપડેટ આપવામાં આવ્યું છે. આવતીકાલે એટલે કે 13 મેના રોજ દેશના 15 જેટલા રાજ્યોમાં હવામાનમાં અચાનક પલટો આવવાની સંભાવના છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પહાડી રાજ્યોમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જો તમે પરિવાર સાથે ક્યાંય બહાર ફરવા જવાનો કે પ્રવાસનો પ્લાન બનાવી રહ્યા છો, તો ઘરની બહાર નીકળતા પહેલા આ એલર્ટ ચોક્કસ વાંચી લેજો, નહીંતર મુશ્કેલીમાં મુકાઈ શકો છો. પૂર્વોત્તર રાજ્યોમાં પણ હવામાન બગડવાની શક્યતા છે. ચાલો વિગતે જાણીએ કે આવતીકાલે અને આગામી દિવસોમાં કયા રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે.

કયા રાજ્યમાં કેવું રહેશે વાતાવરણ? જાણો વિગતવાર

દિલ્હી-NCR (13 થી 17 મે):

13 મેના રોજ દિલ્હી અને NCRમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને વાવાઝોડાની પૂરી શક્યતા છે. આ દરમિયાન મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે છે. જોકે, 14 મેથી આકાશ સાફ થવા લાગશે અને ગરમીનો પારો ધીમે ધીમે ઊંચે જશે. 17 મે સુધીમાં તો તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જવાની સંભાવના છે.

ઉત્તર પ્રદેશ (13 મે):

યુપીના અનેક શહેરો માટે હવામાન વિભાગે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે. સહારનપુર, મેરઠ, અલીગઢ, મથુરા, આગ્રા, કાનપુર, લખનૌ, ઝાંસી સહિતના અનેક જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાની સીધી અસર જોવા મળશે.

બિહાર અને ઝારખંડ (13 મે):

બિહારમાં પણ વાતાવરણ તોફાની બનવાનું છે. પશ્ચિમ અને પૂર્વ ચંપારણ, ગયા, મુઝફ્ફરપુર, ભાગલપુર સહિતના જિલ્લાઓમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની આગાહી છે.
બીજી તરફ, ઝારખંડમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દેવઘર, બોકારો, હજારીબાગ જેવા વિસ્તારોમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

પહાડી રાજ્યો: ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ:

ઉત્તરાખંડ (13-14 મે): ઉત્તરકાશી, ચમોલી અને રુદ્રપ્રયાગ જેવા જિલ્લાઓમાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. અહીં ગાજવીજ સાથે ભારે વરસાદ અને કરા પડવાની પણ સંભાવના છે. રાજ્યના અન્ય ભાગોમાં યલો એલર્ટ છે.

હિમાચલ પ્રદેશ (13-17 મે): કુલ્લુ, શિમલા અને મંડીમાં કરા અને વીજળી પડવાની ચેતવણી અપાઈ છે. 15 મેથી એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતાં 17 મે સુધી હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાનો દોર ચાલુ રહેશે.

ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?

મધ્યપ્રદેશ અને રાજસ્થાન:

મધ્યપ્રદેશ (13 મે): ભોપાલમાં ભલે 42 ડિગ્રી જેટલી આકરી ગરમી પડે, પરંતુ ઈન્દોર, ભીંડ, કટની અને છતરપુર જેવા જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ છે.

રાજસ્થાન (13-16 મે): અહીં મોટાભાગના વિસ્તારોમાં હીટવેવ (લૂ) ચાલુ રહેશે અને પારો 43 થી 45 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. જોકે, જયપુર અને ભરતપુર જેવા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવો વરસાદ પડી શકે છે.

દક્ષિણ ભારત: તમિલનાડુ (13 થી 16 મે):

આગામી 48 કલાકમાં તમિલનાડુના ઘણા ભાગોમાં વરસાદ જોર પકડશે. ખાસ કરીને 15 અને 16 મેના રોજ કોઈમ્બતુર, નીલગિરિ, તંજાવુર સહિત 10 જેટલા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે

Frequently Asked Questions

13 મેના રોજ કયા રાજ્યોમાં હવામાનમાં પલટો આવવાની સંભાવના છે?

13 મેના રોજ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પહાડી રાજ્યો સહિત દેશના 15 રાજ્યોમાં હવામાનમાં અચાનક પલટો આવવાની સંભાવના છે.

દિલ્હી-NCRમાં 13 થી 17 મે દરમિયાન હવામાન કેવું રહેશે?

13 મેના રોજ દિલ્હી-NCRમાં વાદળછાયું વાતાવરણ અને વાવાઝોડાની શક્યતા છે. 14 મેથી હવામાન સાફ થશે અને 17 મે સુધીમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે.

બિહાર અને ઝારખંડમાં 13 મેના રોજ હવામાન કેવું રહેશે?

બિહારમાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની આગાહી છે. ઝારખંડમાં 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

રાજસ્થાનમાં 13 થી 16 મે દરમિયાન હવામાન કેવું રહેવાની શક્યતા છે?

રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવ ચાલુ રહેશે અને તાપમાન 43 થી 45 ડિગ્રી વચ્ચે રહેશે. જયપુર અને ભરતપુર જેવા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: બંગાળની ખાડીમાં લો પ્રેશરથી બદલાયું હવામાન, 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather Forecast: બંગાળની ખાડીમાં લો પ્રેશરથી બદલાયું હવામાન, 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
Embed widget