શોધખોળ કરો
Advertisement
ToolKit case: શાંતનુ બાદ નિકિતાને પણ રાહત, બોમ્બે હાઇકોર્ટે આગોતરા જામીન કર્યા મંજૂર
ખેડૂત આંદોલન સાથે જોડાયેલા ટૂલકિટ મામલામાં નિકિતા જૈકબને બોમ્બે હાઇકોર્ટે રાહત આપી છે. કોર્ટે નિકિતા જૈકબને આગોતરા જામીન મંજૂર કર્યાં છે.
ખેડૂત આંદોલન સાથે જોડાયેલા ટૂલકિટ મામલામાં નિકિતા જૈકબને બોમ્બે હાઇકોર્ટે રાહત આપી છે. કોર્ટે નિકિતા જૈકબને આગોતરા જામીન મંજૂર કર્યાં છે. નિકિતાને 3 સપ્તાહની વચગાળાની રાહત મળી છે. જેથી આ દરમિયાન પોલીસ તેની ધરપકડ નહી કરી શકે. આ સાથે કોર્ટે દ્રારા એ પણ કહેવામાં આવ્યું છે કે જો તેની ધરપકડ થશે તો તેને 25 હજારના બોન્ડ પર પણ રાહત મળશે
જસ્ટીસ પીડી નાઇકની બેન્ચે બુધવારે નિર્ણય સંભળાવતા ઓરંગાબાદ બેન્ચનો પણ ઉલ્લેખ કર્યો હતો. બચાવ પક્ષે શાંતનુને મળેલા વચગાળાના રાહતના નિર્ણયની કોપી કોર્ટ સામે રાખી હતી અને કોર્ટે આગોતરા જામીનની અરજી મંજૂર કરતા નિકેતાને રાહત આપી છે. દિલ્લી પોલીસે તેનો મોબાઇલ અને લેપટોપ પણ જપ્ત કરી લીધો છે.
નિકિતાએ વકીલ દ્રારા કોર્ટમાં દલીલ રજૂ કરી હતી કે, તે પોલીસની તપાસમાં પૂરતો સહયોગ આપશે પરંતુ તેમણે ગેર જામીન વોરન્ટ પર અપીલ કરી હતી. જેથી દિલ્લીની કોર્ટમાં જતાં પહેલા પુરાવા એકઠા કરી શકે.
ઉલ્લેખનિય છે કે, ગત સપ્તાહે શનિવારે 22 વર્ષની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની દિલ્હી પોલીસે બેંગલુરુથી ધરપકડ કરી હતી. તે બાદ સોમવારે દિલ્હી પોલીસે ટૂલકિટ કેસમાં લોયર એક્ટિવિસ્ટ નિકિતા જૈકબ અને શાંતનુ મુલુક સામે બિનજામીનપાત્ર અરેસ્ટ વોરંટ જાહેર કર્યું હતું. તે બાદ નિકીતા જૈકબે બોમ્બે હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેને કોર્ટે મંજૂર કરતા આગોતરા જામી આપ્યાં છે.
શાંતનુ મુલુકે પણ ઔરંગાબાગ બેચમાં જામીન અરજી કરી હતી જે બાદ 10 દિવસોના વચગાળાની જામીન મળી છે. આજે નિકિતાને 3 સપ્તાહની વચગાળાની રાહત મળી છે.
ટૂલકિટ કેસમાં નિકિતાની ભૂમિકા
દિલ્લી પોલીસે ખેડૂત આંદોલન સાથે જોડાયેલ ટૂલકિટ મામલાનો ખુલાસો કર્યો હતો. આ કેસમાં બેંગ્લોરથી એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ થઇ ચૂકી છે. ત્યારબાદ શાંતનુ અને નિકિતાની શોધ ચાલું હતી. તેમના પર આરોપ છે કે, તેઓ બંને ખાલિસ્તાની સમર્થકોના સંપર્કમાં હતા અને તેમણે કથિત ટૂલકિટ બનાવવામાં તેમની મદદ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement