Election Result 2022 : ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીની મતગણતરી (UP Election Result 2022) શરૂ થઇ ચૂકી છે. હજુ સુધી મળેલા 166 બેઠકોનો બેલેટ પેપરના વલણમાં બીજેપી સૌથી આગળ ચાલી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે એક મોટી વાત સામે આવી રહી છે તે છે બીજેપીને ટક્કર આપતી પાર્ટીઓની. બીજેપી 166 અને તેના સહયોગી પક્ષો 101 બેઠકો પર આગળ ચાલી રહ્યાં છે, જ્યારે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી 60 ટક્કર આપી રહી છે. આ ઉપરાંત કોંગ્રેસ 2 અને બસપા 3 બેઠકો પર આગળ ચાલી રહી છે. 


યુપીમાં એનડીએના પક્ષોમાં ભાજપ 370 બેઠકો પર, અપના દલ 17 બેઠકો પર અને નિષાદ પાર્ટી 16  બેઠકો પર લડે છે જ્યારે કોંગ્રેસ એકલા હાથે 400 બેઠકો પર લડે છે. સમાજવાદી પાર્ટીના ગઠબંધનમાં સપા 343, રાલોદ 33, સુભાસપા 17 અને અન્ય 10 બેઠકો પર લડે છે જ્યારે બસપા એકલા હાથે 403 બેઠકો પર લડે છે.


શરૂઆતના ટ્રેન્ડ પોસ્ટલ વોટના આધારે છે તેથી તેમાં ફેરફાર થઈ શકે પણ શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ 101 બેઠકો પર આગળ હતો જ્યારે સમાજવાદી પાર્ટી 60 બેઠકો પર આગળ હતી. બહુજન સમાજ પાર્ટી 3 બેઠકો પર અને કોંગ્રેસ  4 બેઠકો પર આગળ હતા જ્યારે અન્ય 2 બેઠકો પર આગળ હતા.


આ પણ વાંચો--- 


ગુજરાત વિધાનસભામાં ભાજપની સરકારે સ્વીકાર્યુ- છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ત્રણ લાખ 64 હજાર 252 બેરોજગારો નોંધાયા


NEET UG Age Limit: NEET UG ની પરીક્ષામાં વયમર્યાદા હટાવાઈ, જાણો મોટા સમાચાર


CTET Result 2022 Announced: CTET નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક


ભારત માટે T-20 અને 2011નો વર્લ્ડકપ રમી ચૂકેલા આ ખેલાડીએ જાહેર કરી નિવૃત્તિ


IPL 2022, Gujarat Titans: હરાજીમાં કોઇએ ખરીદ્યો નહોતો, હવે ગુજરાત ટાઇટન્સમાં સામેલ થયો અફઘાનિસ્તાનનો આ વિસ્ફોટક બેટ્સમેન


ડુક્કરનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દુનિયાના સૌ પ્રથમ વ્યક્તિનું સર્જરીના બે મહિના બાદ મોત