શોધખોળ કરો
ચૂંટણી રાજ્યો માટે નાણામંત્રીએ ખજાનો ખોલ્યોઃ બંગાળ, તમિલનાડુ, કેરળ અને અસમ માટે 2.27 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા
ચૂંટણીવાળા રાજ્યોમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કુલ 2.27 લાખ કરોડની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં ખાસ વાત એ છે કે બંગાળ કરતાં વધારે ધ્યાન તમિલનાડુનુ રાખામાં આવ્યું છે.
![ચૂંટણી રાજ્યો માટે નાણામંત્રીએ ખજાનો ખોલ્યોઃ બંગાળ, તમિલનાડુ, કેરળ અને અસમ માટે 2.27 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા union budget 2021 centre announces new road projects tamil nadu kerala west bengal and assam ચૂંટણી રાજ્યો માટે નાણામંત્રીએ ખજાનો ખોલ્યોઃ બંગાળ, તમિલનાડુ, કેરળ અને અસમ માટે 2.27 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/01194409/modi-mamta.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતરમણે આજે કોરોના કાળની વચ્ચે 2021-22નું બજેટ રજૂ કર્યું છે. નાણા મંત્રીએ અનેક મોટી જાહેરાત કરી છે પરંતુ બધાની નજર ચૂંટણી રાજ્યોને લઈને થનારી જાહેરત પર લાગી હતી. નાણામંત્રી ચૂંટમી રાજ્યોને નિરાશ નથી કર્યા અને અનેક મોટી જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ અને અસમ માટે નાણા મંત્રીએ મોટી રકમની ફાળવણી કરી છે. ચૂંટણીવાળા રાજ્યોમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કુલ 2.27 લાખ કરોડની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં ખાસ વાત એ છે કે બંગાળ કરતાં વધારે ધ્યાન તમિલનાડુનુ રાખામાં આવ્યું છે.
નાણામંત્રીએ કહ્યું, “પશ્ચિમ બંગાળમાં કોલકાતા-સિલીગુડી માટે નેશનલ હાઈવે પ્રોજેક્ટ હશે. બંગાળમાં નેશનલ હાઈવે પર 25,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. બંગાળમાં 675 કિલોમીટર નેશનલહાઈવે બનાવવામાં આવશે.”
તેની સાથે જ નાણામંત્રીએ તમિલનાડુ, કેરળ અને અસમ માટે પણ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, “3500 કિમી નેશનલ હાઈવે પ્રોજેક્ટ અંતર્ગત તમિલનાડુમાં 1.03 લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે. તેનું કન્સ્ટ્રક્શન આગામી વર્ષથી શરૂ થશે. 1100 કિમી નેશનલ હાઈવે કેરળમાં બનશે. તે અંતર્ગત મુંબઈ-કન્યાકુમારી કોરિડોર પણ બનશે. કેરળમાં તેના પર 65 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. 34 હજાર કરોડ રૂપિયા અસમમાં નેશનલ હાઈવે પર ખર્ચ થશે.
કોરોનાને લઈને નાણામંત્રીએ કહ્યું કે, આ બીમારીની અસર વિશ્વભરમાં જોવા મળશે અને ભારતે આ મહામારીનો સામનો કરવા માટે મોટા પગલા લીધા છે. નાણામંત્રીએ કહ્યું કે, કોરોના મહામારીએ અમારા પડકાર વધાર્યા છે. કોરોનાને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર અસર પડે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)