શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દિલ્હીમાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બોલાવી કૉઓર્ડિનેશન કમિટીની બેઠક
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7340 નવા કેસો નોંધાયા છે, અને 96 લોકોના મોત થયા છે. નવા કેસો સામે આવ્યા બાદ રાજધાની દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4 લાખ 82 હજાર 170 થઇ ગઇ છે
નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરાનાના કેસો વધી રહ્યાં છે, આને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે સાંજે 5 વાગે કૉઓર્ડિનેશન કમિટીની બેઠક બોલાવી છે. આ બેઠક નોર્થ બ્લૉકમાં થશે. આ બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેન્દ્રના સ્વસ્થ્ય મંત્રી હૉ.હર્ષવર્ધન, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ, દિલ્હીના ઉપરાજ્યપાલ સહિત અને વરિષ્ઠ અધિકારીઓ સામેલ થશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં કોઇ મોટો ફેંસલો લેવામાં આવી શકે છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7340 નવા કેસો નોંધાયા છે, અને 96 લોકોના મોત થયા છે. નવા કેસો સામે આવ્યા બાદ રાજધાની દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4 લાખ 82 હજાર 170 થઇ ગઇ છે. આમાંથી ઇલાજ બાદ 4 લાખ 30 હજાર 195 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.
દિલ્હી સરકાર તરફથી જાહેર કરાયેલા હેલ્થ બુલેટિન અનુસાર, શહેરમાં આ વાયરસના કારણે અત્યાર સુધી 7519 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે, અને એક્ટિવ કેસો એટલે કે હાલ ઇલાજ કરાવી રહેલા દર્દીઓની સંખ્યા 44 હજાર 456 છે. આંકડા પ્રમાણે, અત્યારે 54 લાખ 28 હજાર 472 ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. આમાંથી 19 હજાર 635 આરટીપીસીઆર/ટ્રૂનૈન ટેસ્ટ છે, અને 30010 રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion