Ajit Doval News: NSA અજીત ડોભાલના બંગલામાં ગાડી લઈને ઘૂસવાની કોશિશ કરતો શખ્સ પકડાયો
Ajit Doval News: દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, એક અજાણ્યા વ્યક્તિએ NSA અજીત ડોભાલના ઘરે ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.
Ajit Doval News: દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, એક અજાણ્યા વ્યક્તિએ NSA અજીત ડોભાલના ઘરે ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળોએ તેને અટકાવ્યો અને અટકાયતમાં લીધો. પોલીસની
પ્રાથમિક તપાસમાં શું આવ્યું સામે
પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગત મુજબ, આ વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ છે અને ભાડાની કાર ચલાવતો હતો. પકડાયા બાદ તે કઈંક બબડતો હતો. તે કહેતો હતો કે તેની બોડીમાં કોઈએ ચિપ લગાવી દીધી છે અને રિમોટથી કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જોકે તપાસમાં તેની બોડીમાંથી કોઈ ચિપ મળી નથી. આ વ્યક્તિ કર્ણાટકના બેંગલુરુનો રહેવાસી છે. દિલ્લી પોલીસની એન્ટી ટેરર યૂનિટ, સ્પેશિયલ સેલ પૂછપરછ કરી રહી છે.
An unknown person tried to enter NSA Ajit Doval's residence. He was stopped by security forces & detained. Further investigations underway: Delhi Police Sources pic.twitter.com/XDljjCxuwM
— ANI (@ANI) February 16, 2022
પાકિસ્તાન-ચીનની આંખમાં કણાની જેમ ખૂંચે છે ડોભાલ
ભારતના જેમ્સ બોન્ડ ગણાતા ડોભાલ પાકિસ્તાન અને ચીનની આંખોમાં કણાની જેમ ખૂંચે છે. તેઓ અનેક આતંકી સંગઠનોના નિશાના પર છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં જૈશના આંતકી પાસેથી ડોભાલની ઓફિસની રેકીનો વીડિયો મળ્યો હતો. આ વીડિયો આતંકીએ પાકિસ્તાની હેંડલરને મોકલ્યો હતો. જે બાદ તેમની સુરક્ષા વધારવામાં આવી હતી.
ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં જન્મેલા ડોભાલ કેરળ કેડરના આઈપીએસ અધિકારી છે. 1972માં તેઓ ભારતની ગુપ્તચર એજન્સી આઈબી સાથે સંકળાયા હતા. ગુપ્તચર એજન્ટ બનીને તેમણે અનેક કારનામાને અંજામ આપ્યો હતો. તેઓ જાસૂસ બનીને સાત વર્ષ સુધી પાકિસ્તાનમાં રહ્યા હોવાનું પણ કહેવાય છે. ઓપરેશન બ્લૂ સ્ટાર, ઓપરેશન બ્લૂ થંડરમાં પણ તેમની મહત્વની ભૂમિકા હતી. 1999માં વિમાન હાઇજેકની ઘટના વખતે સરકાર તરફથી તેઓ મુખ્ય વાર્તાકાર હતા.
14 ફેબ્રુઆરી 2019ના રોજ થયેલા પુલવામા હુલમા બાદ પાકિસ્તાન સામે બદલો લેવા પ્લાન બનાવવાની જવાબદારી પ્રધાનમંત્રી મોદીએ તેમને સોંપી હતી. જે બાદ 26 જાન્યુઆરી, 2019ના રોજ રાત્રે ત્રણ કલાકે ભારતીય વાયુસેનાએ એલઓસી પાર કરીને બાલકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદના ઠેકાણા નાશ કર્યા હતા.