શોધખોળ કરો
Advertisement
Unlock 3: ઉપરાજ્યપાલ અનિલ બૈજલે કેજરીવાલ સરકારના આ 2 મહત્વનાં નિર્ણયો ફગાવ્યા, જાણો
દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર અને કેંદ્રમાં ફરી એક વખત ટકરાવની સ્થિત સર્જાઈ છે.
નવી દિલ્હી: દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર અને કેંદ્રમાં ફરી એક વખત ટકરાવની સ્થિત સર્જાઈ છે. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે અનલોક 3માં હોટલોમાં સામાન્ય કામકાજ અને ટ્રાયલ બેઝ પર એક અઠવાડિયા માટે સાપ્તાહિક બજાર ખોલવાની મંજૂરી સંબંધી આપ સરકારના નિર્ણયને ફગાવ્યો છે. આધિકારીક સૂત્રોએ આ જાણકારી આપી છે.
તેમણે જણાવ્યું કે કોવિડ-19ની સ્થિત નાજુક બની ગઈ છે અને ખતરો હાલ દૂર નથી થયો, તો તેને ધ્યાનમાં રાખતા ઉપ રાજ્યપાલે આ નિર્ણય કર્યો છે. અરવિંદ કેજરીવાલ સરકારે શહેરમાં હોટલોને ફરી ખોલવાનો ગુરૂવારે નિર્ણય કર્યો હતો.
સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને કોવિડ -19થી બચવાના તમામ ઉપાયોને અપનાવતા સાત દિવસ માટે સાપ્તાહિક બજાર ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી.
દિલ્હી દંગાને લઈ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં વકીલોની પેનલ નિયુક્ત કરવાને લઈને મંગળવારે લેવામાં આવેલ દિલ્હી સરકારની કેબિનેટનો નિર્ણય ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે ફગાવ્યો હતો. સંવિધાનથી મળેલા વિશેષ અધિકારનો ઉપયોગ કરી એલજીએ આ નિર્ણય લીધો છે.
આ સાથે જ દિલ્હી સરકારના ગૃહ વિભાગને આદેશ આપ્યો છે કે દિલ્હી પોલીસની પેનલને મંજૂરી આપે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion