શોધખોળ કરો
Advertisement
ઉત્તરપ્રદેશ: ભારે વરસાદ અને વીજળી પડવાથી 29 લોકોના મોત
ઉત્તર પ્રદેશની જનતા વરસાદ સામે લડી રહી છે. યુપીમાં વાદળાઓ કહેર બનીને તૂટી પડ્યા હતા. અતિવૃષ્ટી અને વિજળી પડવાની ઘટનાઓમાં 24 કલાક દરમિયાન આશરે 28 લોકોના મોત થયા છે.
લખનઉ: ઉત્તર પ્રદેશની જનતા વરસાદ સામે લડી રહી છે. યુપીમાં વાદળાઓ કહેર બનીને તૂટી પડ્યા હતા. અતિવૃષ્ટી અને વિજળી પડવાની ઘટનાઓમાં 24 કલાક દરમિયાન આશરે 28 લોકોના મોત થયા છે. સૂચના નિર્દેશક શિશિરે શુક્રવારે જણાવ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, ભારે પવનના કારણે 28 લોકોન મોત થયા છે.તેમણે જણાવ્યું કે લખીમપુર ખીરી અને સીતાપુરમાં 6-6,જૌનપુર અને બારાબંકીમાં 3-3,સોનભદ્રમા 2 અને વારાણસીગોરખપુર, સિદ્ધાર્થનગર,અયોધ્યા, ચંદોલી,કાનપુર દેહાત,મિર્જાપુર અને બલરામપુરમાં એક-એક મોત થયું છે.
યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશમાં વિેતેલા 24 કલાકમાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદની સાથે સાથે અહીં વિજળી પણ પડી હતી. પ્રશાસન તરફથી જાહેર કરાયેલા આંકડાઓ મુજબ વિજળી પડવાથી અત્યાર સુધીમાં 28 લોકોના મોત થઈ ગયા છે. યુપીના લખીમપુર અને સીતાપુર જીલ્લામાં સૌથી વધુ 6-6 લોકોના મોત થયા છે.
સીતાપુરથી પ્રાપ્ત રિપોર્ટ અનુસાર,સિધૌલી ક્ષેત્રમાં રામ પ્રસાદ વરસાદથી બચવા માટે એક શેડ નીચે ઉભા હતા, ત્યારે એક ઝાડ ટિનશેડ પર પડ્યું હતું. તેના કારણે તેમનું મોત થયું હતું. અન્ય એક ઘટનામાં વરસાદના કારણે દિવાલ પડતા 15 વર્ષની છોકરીનું મોત થયું હતું. સંદના ક્ષેત્રમાં વિજળી પડતા પિતા પુત્રના મોત થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement