શોધખોળ કરો

UP: બલિયામાં ગંગા નદીમાં બોટ પલટી, 4 લોકોનાં મોત, 40 લોકો હતા સવાર

Boat Accident: ગંગા નદીમાં માલ્દેપુર ઘાટથી જઈ રહેલી હોડી અધવચ્ચે પલટી ગઈ હતી. જેમાં ચાર લોકોના ડૂબી જવાથી મોત થયા હતા. મૃત્યુ આંક વધી શકે છે.

Ballia Boat Accident: બલિયામાં સોમવારે સવારે મોટી બોટ દુર્ઘટના ઘટી હતી. આ બોટ અકસ્માત ફેફના પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ માલદેપુર ઘાટ પર થયો હતો. ઘટનામાં અત્યાર સુદીમાં ચાર લોકોના મોત થયા છે. સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, જ્યારે આ બોટ દુર્ઘટના બની ત્યારે બોટમાં લગભગ 40 લોકો સવાર હતા. આ અકસ્માતમાં ગુમ થયેલા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ગંગા નદીમાં માલ્દેપુર ઘાટથી જઈ રહેલી હોડી અધવચ્ચે પલટી ગઈ હતી. જેમાં ચાર લોકોના ડૂબી જવાથી મોત થયા હતા. મૃત્યુ આંક વધી શકે છે. ઘટના બાદ ત્યાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઘટના સ્થળ પર હાજર લોકોના કહેવા મુજબ હોડીમાં વધારે લોકો સવાર હતા. આ કારણે હોડી ઉંધી વળી ગઈ હતી. આ તમામ લોકો મુંડન સંસ્કારમાં સામેલ થવા જઈ રહ્યા હતા. હોડી પલટી ગયા બાદ કેટલાક લોકો જાતે તરીને બહાર આવ્યા હતા. હોડી પલટ્યા બાદ સ્થાનિકો આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જે લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

કપડાં બદલતો અશ્લીલ વીડિયો ઉતારી પરિણીતાનું બ્લેકમેઇલિંગ કરતાં શખ્સ સામે ગુનો દાખલ

સુરતમાંથી અશ્લીલ વીડિયો ઉતારીને પરિણીતાને બ્લેક મેઇલિંગ કરવાનું ષડયંત્ર બહાર આવ્યુ છે, પરિણીતાનો કપડાં બદલતો અશ્લીલ વીડિયો ઉતારીને એક શખ્સે તેને બ્લેકમેઇલિંગ કર્યુ હતુ, યુવકે પરિણીતા સામે અભદ્ર માંગણીઓ શરૂ કરી દીધી હતી, સમગ્ર મામલો બહાર આવ્યા બાદ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે, અને તપાસ હાથ ધરવામાં આવી છે.  માહિતી પ્રમાણે, સુરતમાં કપડાં બદલતો અશ્લીલ વીડિયો ઉતારી કતારગામની પરિણીતાનું બ્લેકમેઇલિંગ કરવાની ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરત કતારગામની પરિણીતાનો કપડાં બદલતો અશ્લીલ વીડિયો ઉતારી બ્લેકમેઇલિંગ કરવામાં આવી રહ્યું હતુ, એટલુ જ નહીં અભદ્ર માંગણી કરતા જૂનાગઢના યુવક સામે બાદમાં આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

માહિતી પ્રમાણે, સુરતના કતારગામમાં રહેતી ૨૨ વર્ષીય પરિણીતા પ્રિયા હૉસ્પીટલમાં રિસેપ્સનિસ્ટ તરીકે કામ કરે છે. ગઇ ફેબ્રુઆરી માસમાં તેના લગ્ન થયા હતા. વર્ષ ૨૦૧૮માં તે ભટાર ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી, ત્યારે સરકારી NIRR પ્રૉજેક્ટના લીડર હિરેન મહેતા સાથે પરિચય થયો હતો. મોબાઇલ પર તેઓ નિયમિત વાતચીત કરતા હતા. હિરેને વૉટ્સએપ પર મેસેજ કરી પ્રેમનો પ્રસ્તાવ પ્રિયા સમક્ષ મૂક્યો હતો. જે-તે સમયે હિરેને પ્રિયાનો કપડાં બદલતો વીડિયો મોબાઇલમાં ઉતારી લીધો હતો. જે વીડિયો થકી તે વારંવાર પરિણીતા પ્રિયાને બ્લેકમેઇલ કરતો હતો, અને વધુ અશ્લીલ ફોટા-વીડિયો મોકલવા માંગણી કરતો હતો. પરિણીતાએ હિરેન સાથે સંબંધ તોડી નાંખ્યા હતા. લગ્ન થઇ ગયા બાદ પણ હિરેને પરિણીતાને જૂનો બિભત્સ વીડિયો મોકલી બીજા વીડિયો મોકલવા માંગણી કરતો હતો, એટલુ જ નહીં વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપવા સાથે અભદ્ર માગંણી કરતો હતો. આખરે પરિણીતાએ પતિને વાત કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. કતારગામ પોલીસે હિરેન દેવેન્દ્ર મહેતા સામે આ મામલે છેડતીનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દીધો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget