શોધખોળ કરો

સીએમ યોગીની સુરક્ષામાં મોટી ચૂક, ઓડિટૉરિયમમાં રિવૉલ્વર લઇને ઘૂસ્યો શખ્સ, 4 પોલીસકર્મી સસ્પેન્ડ

યોગીના કાર્યક્રમ પહેલા ઓડિટૉરિયમમાં એક શખ્સ લાયન્સ રિવૉલ્વર લઇને ઘૂસ્યો ગયો. જોકે ડ્યૂટી પર હાજર સીઓએ શખ્સને જોઇ લીધ અને ઓડિટૉરિયમમાંથી બહાર કાઢી મુક્યો હતો.

CM Yogi Adityanath Security: યુપીના બસ્તી (Basti) જિલ્લામાં સીએમ યોગી આદિત્યનાથની સુરક્ષામાં મોટી ચૂકી જોવા મળી છે. યોગીના કાર્યક્રમ પહેલા ઓડિટૉરિયમમાં એક શખ્સ લાયન્સ રિવૉલ્વર લઇને ઘૂસ્યો ગયો. જોકે ડ્યૂટી પર હાજર સીઓએ શખ્સને જોઇ લીધ અને ઓડિટૉરિયમમાંથી બહાર કાઢી મુક્યો હતો. અધિકારીઓ અનુસાર, આરોપી શખ્સની ઓળખ કરી લેવામાં આવી છે. 

સીએમની સુરક્ષામાં બેદરકારીના કારણે પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો છે. બેદરકારી રાખવા પર ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ત્રણ પોલીસકર્મીઓ પર કાર્યવાહી માટે ચિઠ્ઠી લખવામાં આવી છે. બસ્તીના એસપી આશિષ શ્રીવાસ્તવએ જિલ્લાના 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. અન્ય જિલ્લાના પોલીસકર્મીઓ પર કાર્યવાહી માટે એસપીએ ઉચ્ચ અધિકારીઓને પત્ર લખ્યો છે.  

45 મિનીટ પછી હતો કાર્યક્રમ -
એસપીએ બતાવ્યુ કે. બસ્તીમાં સીએમનો કાર્યક્રમ હતો. સીએમના પહોંચતા પહેલાની 45 મિનીટ પહેલા એક શખ્સ લાયન્સ રિવૉલ્વરની સાથે ઓડિટૉરિયમમાં ઘૂસી ગયો હતો. તેમને બતાવ્યુ કે, સાત પોલીસકર્મીઓની બેદરકારી સામે આવી છે. આમાંથી ચાર પોલીસકર્મી બસ્તીના બે સિદ્વાર્થ નગર અને સંત કબીરનગરમાં તૈનાત છે. 

આ લોકો પર તવાઇ-
સસ્પેન્ડ પોલીસકર્મીઓમાં એસઆઇ વિંધ્યાચલ, એસઆઇ હરિરાય, મુખ્ય આરક્ષી શિવધની, રામ પ્રકાશ સામેલ છે. જ્યારે એસઆઇ રમાશંકર મિશ્રા, આરક્ષી વરુણ યાદવ, અવધેશ કુમારને સસ્પેન્ડ માટે એસપીએ પત્ર લખ્યો છે.

યોગી કેબિનેટ વિસ્તરણ, જિતિન પ્રસાદ બન્યા કેબિનેટ મંત્રી, 6 નેતાઓ  બન્યા રાજ્યમંત્રી
UP Cabinet Expansion: યૂપીની યોગી આદિત્યનાથ સરકારનું કેબિનેટ વિસ્તરણ રવિવારે થયું. જિતિન પ્રસાદ અને છત્રપાલ સિંહ ગંગવાર સહિત કુલ સાત નેતાઓ મંત્રી બનાવવામાં આવ્યા હતા. યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેથી સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.

જિતિન પ્રસાદ- યુપીના મોટા બ્રાહ્મણ નેતાઓમાં સામેલ છે. 9 જૂન 2021 ના ​​રોજ ભાજપમાં જોડાયા. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. બે વખત સાંસદ રહી ચૂક્યા છે. તેઓ યુપીએ -1 અને 2 માં રાજ્યમંત્રી હતા. 2004 માં શાહજહાંપુર લોકસભા બેઠક પરથી પ્રથમ વખત સાંસદ બન્યા. 2008 માં તેમને કેન્દ્રીય સ્ટીલ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમના પિતા જીતેન્દ્ર પ્રસાદ શાહજહાંપુરથી ચાર વખત સાંસદ હતા.

છત્રપાલ સિંહ ગંગવાર- બરેલીની બેહરી બેઠકથી  ધારાસભ્ય છે. વર્ષ 2017 માં બીજી વખત ધારાસભ્ય બન્યા. છત્રપાલ સિંહ ગંગવાર ઓબીસી છે અને કુર્મી સમાજમાંથી આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક રહ્યા છે.

પલટૂ રામ - યુપીના બલરામપુરથી ધારાસભ્ય છે. ખટીક સમાજમાંથી આવે છે. 2017 માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા. ઘણા વર્ષોથી ભાજપમાં સક્રિય. શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે.

સંગીતા બળવંત - પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. વિદ્યાર્થી અને પંચાયત રાજકારણમાંથી સક્રિય રાજકારણમાં આવ્યા. તેઓ ગાઝીપુર જિલ્લાની સદર બેઠકથી ધારાસભ્ય છે.  બિંદ  સમાજમાંથી આવે છે.

સંજીવ કુમાર- સંજીવ કુમાર ઉર્ફે સંજય સિંહ ગૌર સોનભદ્ર જિલ્લાની ઓબરા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. તે અનુસૂચિત જનજાતિ સમાજમાંથી આવે છે. પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને ભાજપના યુવા નેતા છે અને તેમની ઉંમર આશરે 46 વર્ષ છે.

દિનેશ ખટીક- દિનેશ ખટીકે પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.

ધરમવીર પ્રજાપતિ- ધરમવીર પ્રજાપતિ વિધાન પરિષદના સભ્ય છે. જાન્યુઆરી 2021 માં વિધાન પરિષદના સભ્ય બન્યા. તેઓ પશ્ચિમ યુપીના છે અને ઓબીસી સમાજમાંથી આવે છે. અત્યારે તેઓ માટી કલા બોર્ડના ચેરમેન છે. તેમણે પ્રદેશ ભાજપમાં ઘણા મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે.

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યુ છે. ઉત્તર પ્રદેશ સરકારમાં નવા 7 મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં એક કેબિનેટ અને છ રાજ્ય મંત્રી છે. રાજ્યપાલ આનંદીબહેન પટેલે રાજભવનના ગાંધી સભાગારમાં નવા મંત્રીઓને શપથ અપાવ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જિતિન પ્રસાદને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget