શોધખોળ કરો
Advertisement
Love Jihad Ordinance Passed: લવ જેહાદ વિરુદ્ધ અધ્યાદેશ લઈને આવી યૂપી સરકાર
હવે આ અધ્યાદેશને રાજ્યપાલ પાસે મોકલી મંજૂરી લેવામાં આવશે. રાજ્યપાલ પાસેથી મંજૂરી મળ્યા બાદ ધર્માંતરણ કાયદો બની જશે.
લખનઉ: ઉત્તરપ્રદેશની યોગી સરકાર લવ જેહાદને લઈ આક્રમક છે. ઉત્તરપ્રદેશમાં ધર્મપરિવર્તન અને લવ જેહાદના મામલાઓ પર લગામ લગાવવા માટે યૂપી સરકાર મંગળવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં લવ જેહાદ સામે વટહુકમ માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. લવ જેહાદ અંગે 20મી નવેમ્બરના રોજ ગૃહ મંત્રાલયે એક પ્રસ્તાવ તૈયાર કરી મોકલી આપ્યો હતો. આ પ્રસ્તાવ પ્રમાણે બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ દાખલ થશે અને દોષિત ઠરવાના સંજોગોમાં 10 વર્ષની સજા થઈ શકે છે.
હવે આ અધ્યાદેશને રાજ્યપાલ પાસે મોકલી મંજૂરી લેવામાં આવશે. રાજ્યપાલ પાસેથી મંજૂરી મળ્યા બાદ ધર્માંતરણ કાયદો બની જશે. વિધાનસભાના આગામી સત્રમાં આ પ્રસ્તાવને સદનમાં ચર્ચા માટે રાખવામાં આવશે. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યા પહેલાથી જ કહી ચૂક્યા હતા કે લવ જેહાદ વિરૂદ્ધ કડક કાયદો આ પ્રકારની ઘટનાઓ પર અંકુશ લગાવવા માટે કારગર સાબિત થશે.
ડ્રાફ્ટ પ્રમાણે લગ્ન માટે બદઈરાદાથી ધર્મ પરિવર્તન માટે કરવામાં આવતા લગ્ન પણ ધર્માંતરણ કાયદા હેઠળ આવી જશે. જો કોઈ ધર્મ પરિવર્તન માટે માનસિક અને શારીરિક રીતે અત્યાચાર કરે છે તો તે પણ આ નવા કાયદા હેઠળ આવશે. ધર્માંતરણના કીસ્સામાં જો માતા-પિતા, ભાઈ-બહેન અથવા અન્ય બ્લડ રિલેશન ધરાવતી વ્યક્તિ ફરિયાદ કરે છે તો તેમની ફરિયાદ પર કાર્યવાહી શરૂ કરી શકાશે. ધર્માંતરણ માટે દોષિત જણાતા એક વર્ષથી 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. લગ્ન કરાવનાર પંડિત કે મૌલવીને તે ધર્મ અંગે સંપૂર્ણ જાણકારી હોય તે જરૂરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement