UP Zila Panchayat Chunav Result : 75 માંથી 67 બેઠકો પર ભાજપનો કબજો, સમાજવાદી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો
ઉત્તરપ્રદેશમાં યોજાયેલી જિલ્લા પંચાયત અધ્યક્ષની ચૂંટણીમાં ભાજપને 75માંથી 67 બેઠકો પર જીત મળી છે. જ્યારે સમાજવાદી પાર્ટીને માત્ર 6 બેઠકો આવી છે.
ઉત્તરપ્રદેશમાં યોજાયેલી જિલ્લા પંચાયત અધ્યક્ષની ચૂંટણીમાં ભાજપને 75માંથી 67 બેઠકો પર જીત મળી છે. જ્યારે સમાજવાદી પાર્ટીને માત્ર 6 બેઠકો આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જીત બાદ તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી છે. ભાજપની જીત પર તેમણે કહ્યું આ પીએમ નરેંદ્ર મોદીની લોક કલ્યાણકારી નીતિઓનું પરિણામ ચે. તેમણે કહ્યું આ જીત યૂપીમાં સ્થાપિત સુશાસન પ્રત્યે જનતાના ભરોસાને બતાવે છે.
ઉત્તરપ્રદેશના ભાજપા અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે કહ્યું પંચાયત ચૂંટણીમાં ભાજપે 75માંથી 67 સીટ જીતી છે. અમે કાર્યકર્તાઓના દમ પર 2022ની ચૂંટણી પણ જીતશું.
જિલ્લા પંચાયત અધ્યક્ષની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત મળી છે. ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું સમાજવાદી પાર્ટીએ આ ચૂંટણી જીતવા માટે પોતાના ગુંડાઓ અને માફિયાઓનો સહારો લીધો હતો. પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો છે. હુ ખૂબ જ ખુશ છું. હું જિલ્લા પંચાયતના સદસ્યોને ધન્યવાદ આપું છુ.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લા પંચાયત અધ્યક્ષની 75માંથી 67 સીટ જીતવા પર ભાજપ ઉમેદવારોને શુભેચ્છા આપી છે. સીએમ યોગીએ કહ્યું તમારા બધાની જીત પંચાયતી રાજ વ્યવસ્થાને વધારે મજબૂતી આપશે.