શોધખોળ કરો
Advertisement
US Elections 2020: કમલા હેરિસના કોવિડ વેક્સિનના નિવેદન પર ટ્રમ્પે સાધ્યું નિશાન, કહી આ મોટી વાત
ટ્રમ્પે કમલા હેરિસે કોરોનાની રસીને લઈ કરેલા નિવેદન માટે માફી માંગવા કહ્યું હતું. ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસે ચૂંટણી પ્રચારમાં વેક્સીનનો મુદ્દો ઉછાળ્યો છે.
વોશિંગ્ટનઃ અમેરિકા ચૂંટણી પ્રચાર દરમિયાન કોરોના વેક્સીન પર આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસ પર વેક્સીનને લઈ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, કમલા ક્યારેય રાષ્ટ્રપતિ નહીં બની શકે.
હરિસે રવિવારે સીએનએનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જ્યાં સુધી વેક્સીનની ક્ષમતા અને નિર્ભરતાના દાવા પર વિશ્વસનીય સ્ત્રોત ન આવે ત્યાં સુધી રાષ્ટ્રપતિ પર ભરોસો ન કરી શકાય. તેમના નિવેદન પર રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, હેરિસ વેક્સીનની ઉપેક્ષા કરી રહી છે. તેમની ઈચ્છા આ કોઈ મોટી ઉપલબ્ધિ ન હોવાનું લોકોમાં સાબિત કરવાની છે. ટ્રમ્પે લેબર ડે પર વ્હાઇટ હાઉસમાં આયોજિત પત્રકાર સંમેલનમાં આ વાત કરી હતી.
તેમણે કહ્યું, હું આ ઉપલબ્ધિ ખુદ માટે હાંસલ કરવા નથી ઈચ્છતો. હું લોકો માટે કઈંક સારું કરવા ઈચ્છુ છું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે કોવિડ વેક્સીન ચાલુ વર્ષના અંત કે રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા હાંસલ થઈ શકે છે. જેનાથી મારા હરિફો નિરુત્સાહ થઈ ગયા છે.
ટ્રમ્પે કમલા હેરિસે કોરોનાની રસીને લઈ કરેલા નિવેદન માટે માફી માંગવા કહ્યું હતું. ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસે ચૂંટણી પ્રચારમાં વેક્સીનનો મુદ્દો ઉછાળ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement