શોધખોળ કરો
Advertisement
મોદીના મિત્ર ટ્રમ્પ આવશે અમદાવાદ, વ્હાઇટ હાઉસે કરી સત્તાવાર જાહેરાત, જાણો વિગતે
વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ સ્ટેફની ગ્રિશને જણાવ્યું કે, ટ્રમ્પની પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ તેમની સાથે ભારત આવશે. 24 અને 25 દિવસના બે દિવસના પ્રવાસ દરમિયાન નવી દિલ્હી અને અમદાવાદ જશે.
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચાલુ મહિનાની 24-25 તારીખે બે દિવસના ભારત પ્રવાસે આવશે. વ્હાઇટ હાઉસે મંગળવવારે આ અંગે ટ્વિટ કરીને સત્તાવાર જાહેરાત કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પ પ્રથમ વખત ભારત આવશે.
ટ્રમ્પની પત્ની પણ આવશે સાથે
વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ સ્ટેફની ગ્રિશને જણાવ્યું કે, ટ્રમ્પની પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ તેમની સાથે ભારત આવશે. 24 અને 25 દિવસના બે દિવસના પ્રવાસ દરમિયાન નવી દિલ્હી અને અમદાવાદ જશે. ગુજરાત ભારતના વડાપ્રધાનનું ગૃહ રાજ્ય છે અને અમદાવાદ મહાત્મા ગાંધી અને ભારતના સ્વતંત્રતા આંદોલનમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.
ગ્રિશમે કહ્યું, થોડા દિવસ પહેલા ફોન પર ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે વાતચીત થઈ હતી. જેમાં ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીને વધારે મજબૂત કરવા તથા અમેરિકન-ભારતીય લોકો વચ્ચે સંબંધો મજબૂત કરવા આ યાત્રાને મંજૂરી આપવામાં આવી હતી. ગત વર્ષે અમેરિકાના હ્યુસ્ટનમાં હાઉડી-મોદી કાર્યક્રમમાં બંને નેતાઓ એક સાથે મંચ પર આવ્યા હતા, જેમાં 50,000થી વધારે અમેરિકન-ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા. ન્યૂઝીલેન્ડે T-20 સીરિઝનો હિસાબ કર્યો સરભર, વન ડે શ્રેણીમાં ભારતના વ્હાઇટવોશના આ રહ્યા કારણોThe White House: President Donald Trump and First Lady Melania Trump will travel to New Delhi & Ahmedabad, which is in PM Modi’s home state of Gujarat and played such an important role in Mahatma Gandhi’s life and leadership of the Indian independence movement.
— ANI (@ANI) February 10, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement