PM મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે કરી મુલાકાત,પ્રધાનમંત્રી આવાસ પર ઉષ્માભર્યું સ્વાગત, જુઓ તસવીરો
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સોમવારે (21 એપ્રિલ, 2025) ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે દિલ્હી પહોંચ્યા હતા.

JD Vance Meet PM Modi: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સોમવારે (21 એપ્રિલ, 2025) ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે દિલ્હી પહોંચ્યા હતા. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર વચ્ચે જેડી વેન્સની ભારત મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે તેમના પરિવાર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પરિવાર સાથે પીએમ મોદીને મળ્યા જેડી વેન્સ
બંને નેતાઓ વચ્ચે વેપાર કરાર અને સુરક્ષા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ પણ તેમની ભારતીય મૂળની પત્ની ઉષા ચિલુકુરી અને તેમના ત્રણ બાળકો ઇવાન, વિવેક, મીરાબેલ અને યુએસ સરકારના વરિષ્ઠ અધિકારીઓના પ્રતિનિધિમંડળ સાથે ભારત આવ્યા છે. જેડી વેન્સે તેમની પત્ની અને ત્રણ બાળકો સાથે દિલ્હીના અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી.
ભારતીય પોશાકમાં જોવા મળ્યા જેડી વેન્સના બાળકો
જેડી વેન્સ તેમના પરિવાર સાથે અક્ષરધામ મંદિરમાં લગભગ ચાર કલાક રોકાયા હતા. તેમના ત્રણ બાળકો ઇવાન, વિવેક અને મીરાબેલ પરંપરાગત ભારતીય પોશાકમાં જોવા મળ્યા હતા. જેડી વેન્સના પરિવારને લાકડાના નક્કશીદાર હાથી, અક્ષરધામ મંદિરનું મોડેલ અને બાળકોના પુસ્તકો ભેટમાં આપવામાં આવ્યા હતા. તેમની ભારતીય મૂળની પત્ની ઉષા વેંસ અને તેમના ત્રણ બાળકો સાથે, જેડી વેન્સે જનપથ પર એક એમ્પોરિયમની મુલાકાત લીધી જ્યાં તેમણે માટીના વાસણો અને ચાની થેલીઓ અને માટીના વાસણો ખરીદ્યા.
અમેરિકી વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ સાથે ભારત પ્રવાસ પર આવેલા તેમના ત્રણ બાળકો ખાસ પસંદગીના પરંપરાગત ભારતીય પોશાકમાં સજ્જ હતા જેમણે લોકોના દિલ જીતી લીધા હતા. નાણામંત્રી નિર્મલા સીતારમણ ટૂંક સમયમાં IMFની બેઠક માટે વોશિંગ્ટન જશે. એવું માનવામાં આવે છે કે નાણામંત્રી ભારત-અમેરિકા વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે ત્યાં બેઠક કરશે.
કોઈપણ કરારમાં ભારત ઉતાવળ નહીં કરે
અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે 75થી વધુ દેશોને ટેરિફમાં રાહત આપી હોવા છતાં ચીન સાથે તેમનું ટેરિફ વોૉર હજુ પણ ચાલુ છે. જો કે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે કોઈપણ સમજૂતીમાં ઉતાવળ કરશે નહીં અને તેને બંદૂકની અણી પર કોઈ કરાર કરવા દબાણ કરી શકાશે નહીં. ભારતે કહ્યું છે કે જો ભારતની ચિંતાઓને ધ્યાનમાં લેવામાં આવશે તો જ સમજૂતી થશે.

