Uttarakhand Elections 2022: ઉત્તરાખંડ ચૂંટણી માટે ભાજપે 59 ઉમેદવારો કર્યા જાહેર, જાણો CM પુષ્કરસિંહ ધામી ક્યાંથી લડશે ?
Uttarakhand Elections 2022: ગંગોત્રીથી સુરેશ ચૌહાણ, બદ્રીનાથથી મહેન્દ્ર ભટ્ટ, થરાલીથી ગોપાલ રામ, કર્ણપ્રયાગથી અનિલ નૌટિયાલ, રુદ્રપ્રયાગથી ભરત સિંહ ચૌધરી ચૂંટણી લડશે
Uttarakhand Elections 2022: ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપના 59 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ખતિમાથી ઉમેદવાર હશે, જ્યારે હરિદ્વારથી મદન કૌશિક અને પુરોલાથી દુર્ગેશ્વર લાલ અને યમનોત્રીથી કેદાર સિંહ રાવતને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
કોને કોને મળી ટિકિટ
ગંગોત્રીથી સુરેશ ચૌહાણ, બદ્રીનાથથી મહેન્દ્ર ભટ્ટ, થરાલીથી ગોપાલ રામ, કર્ણપ્રયાગથી અનિલ નૌટિયાલ, રુદ્રપ્રયાગથી ભરત સિંહ ચૌધરી, ઘંસાલીમાં શક્તિ લાલ, દેવપ્રયાગથી વિનોદ ખંડારી, સુબોધ ઉનિયાલને નરેન્દ્રનગરથી ટિકિટ આપવામાં આવી છે. બીજી તરફ પ્રતાપનગરથી વિજય સિંહ પંવાર, ધનૌલ્ટીથી પ્રીતમ સિંહ અને ચકરાતાથી રામ શરણ ઉમેદવાર હશે.
આ સિવાય દીદીહાટથી બિશન સિંહ ચુફાલ, દ્વારહાટથી અનિલ શાહી, સોલ્ટથી મહેશ જીણા, સોમેશ્વરથી રેખા આર્ય, અલ્મોડાથી કૈલાશ શર્માને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બીજી તરફ લોહાઘાટથી પુરણ સિંહ ફરત્યાલ, ભીમતાલથી રામ સિંહ કૈરા, નૈનીતાલથી સરિતા આર્ય, કાલાધુંગીથી બંશીધર ભગત, રામનગરથી દિવાન સિંહ, ગદરપુરથી અરવિંદ પાંડે અને કિછાથી રાજેશ શુક્લા ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે.
આ પણ વાંચોઃ ખેડૂતો જલદી કરે આ કામ, નહીંતર નહીં મળે કિસાન સમ્માન નિધિ, જાણો શું થયો બદલાવ