શોધખોળ કરો

Uttarakhand Road Accident: ગંગોત્રી હાઈવે પર ભૂસ્ખલન, કાટમાળમાં ત્રણ વાહનો દટાયા, ચારના મોત

Road Accident: ઉત્તરકાશી જિલ્લાના ભટવાડી વિસ્તારના ગંગનાનીમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલનને કારણે ચાર તીર્થયાત્રીઓના મોત થયા છે.

Uttarkashi Road Accident: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ભટવાડી વિસ્તારમાં ગંગનાનીમાં ભારે વરસાદ દરમિયાન થયેલા ભૂસ્ખલનના કાટમાળ નીચે ત્રણ વાહનો દટાઈ ગયા હતા, જેમાં સવાર મધ્યપ્રદેશના ચાર યાત્રાળુઓના મોત થયા હતા. ભટવાડીના ઉપ-કલેક્ટર ચતરસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સોમવારે રાત્રે ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગંગનાની પુલ પાસે પહાડ પરથી ભૂસ્ખલન અને પથ્થરો પડતાં ત્રણ પેસેન્જર વાહનો કાટમાળ નીચે દટાઇ ગયા હતા.

ચતરસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.  ત્યારબાદ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે સ્થાનિક લોકો અને બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના કાર્યકર્તાઓ પણ ઘટનાસ્થળે રાહત કાર્યમાં મદદ કરી રહ્યા છે. ચૌહાણના જણાવ્યા અનુસાર આ ઘટનામાં માર્યા ગયેલા ચાર યાત્રાળુઓમાંથી ત્રણના મૃતદેહ મળી આવ્યા છે. તેમણે કહ્યું કે બીજાના મૃતદેહને બહાર કાઢવાના પ્રયાસો થઈ રહ્યા છે. ચારેય મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું કહેવાય છે.

રોડ પરથી કાટમાળ હટાવવાના પ્રયાસો ચાલુ છે

ડેપ્યુટી કલેક્ટરના જણાવ્યા અનુસાર આ ઘટનામાં અન્ય દસ લોકો ઘાયલ થયા છે. જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તેમણે કહ્યું કે તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચૌહાણના જણાવ્યા અનુસાર સતત વરસાદ અને પહાડી પરથી કાટમાળ અને પથ્થરો પડવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. તેમણે કહ્યું કે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા હાઈવે પરથી કાટમાળ હટાવવા અને તેના પરના ટ્રાફિકને સરળ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી દેવેન્દ્ર પટવાલે જણાવ્યું હતું કે કાટમાળ નીચે દટાયેલા ત્રણ વાહનોમાં કુલ 31 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ઉત્તરકાશી ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર ઑપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર જિલ્લામાં સતત વરસાદને કારણે ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભાટવાડીથી આગળ કૅપ્ટન બ્રિજ, હેલગુગડ, સુંગર, ગંગનાની, સુખી નાલા અને હર્ષિલ પાસે ભૂસ્ખલનને કારણે અવરોધિત છે.

સીએમ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું

આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, "ઉત્તરકાશી-ગંગોત્રી હાઈવે પર કાટમાળના કારણે ત્રણ વાહનોને નુકસાન થયું છે, જેના કારણે વાહનમાં સવાર ચાર લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે તેવા દુખદ સમાચાર મળ્યા છે"જીલ્લા વહીવટીતંત્ર અને SDRF દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલુ છે અને ઘાયલોને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે." તેમણે કહ્યું, "હું ભગવાનને દિગવત આત્માઓને શાંતિ આપે અને ઘાયલોને ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. હું તમામ ઈશ્વરભક્ત લોકોને ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા વિનંતી કરું છું."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યોSanyukt Vimochan 2024:  પોરબંદરમાં લશ્કરની ત્રણેય પાંખો દ્વારા દિલધડક કરતબનું પ્રદર્શનKhyati Hospital Scam: ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ PMJAY યોજનામાંથી સુરતની સનસાઈન હોસ્પિટલને કરાઈ સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget