બીજો ડોઝ લેવા પહોંચેલી મહિલાને કોવેક્સિનની જગ્યાએ અપાઇ કોવિશીલ્ડ, મહિલાની હાલત થઇ ગંભીર
રાંચીના શિવાજીનગરમાં રહેનાર મહિલા શીલા દેવી વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે એડવાન્સ ડાયગ્નોસ્ટિક સેન્ટર પહોંચી હતી. શીલા દેવીને પહેલો ડોઝ કોવેક્સિનનો મળ્યો હતો.
રાંચીના શિવાજીનગરમાં રહેનાર મહિલા શીલા દેવી વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે એડવાન્સ ડાયગ્નોસ્ટિક સેન્ટર પહોંચી હતી. શીલા દેવીને પહેલો ડોઝ કોવેક્સિનનો મળ્યો હતો.
કોરોના વાયરસની મહામારીની વચ્ચે વેક્સિનેશનની સ્પીડ તેજ થઇ ગઇ છે. જો કે રસીકરણના અભિયાન દરમિયાન બેદરકારીની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આવો જ એક કેસ ઝારખંડમાં સામે આવ્યો છે. ઝારખંડની રાજધાની રાંચીમાં રહેનાર મહિલાએ પહેલો ડોઝ કોવેક્સિનનો લીધો હતો જયારે તેને બીજો ડોઝ કોવિશીલ્ડનો આપી દેવાયો. આ બેદરકારીનો મામલો બરગાંય સ્થિત એડવાન્સ ડાયગ્નોસ્ટિક સેન્ટરની છે. વેક્સિનનો બીજો ગલત ડોઝ અપાતા મહિલાની તબિયત ખરાબ થવા લાગી.
મહિલાની સ્થિતિ વધુ ગંભીર થતાં તેને તાત્કાલિક મેડિકા હોસ્પટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી તેનો ઇલાજ મેડિકામાં ચાલી રહ્યો હતો. પરિવારે આ ઘટનાના મામલે આક્રોશ વ્યકત કર્યો છે. પરિવારે આરોપ લગાવ્યો કે, વેક્સિનું સર્ટી જોયા વિના હેલ્થ કર્મીએ બીજો કોવિશીલ્ડ ડોઝ આપી દીધો. હેલ્થ સેન્ટરની આ લાપરવાહી પર પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે.
પરિવારજનોએ ડાયગ્નોસ્ટિક સેન્ટર લાપરવાહીનો આરોપ લગાવતા જણાવ્યું કે,જો ભવિષ્યમાં આવી બેદરકારીની ઘટના બને છે તો બેદરકારી કરનાર સેન્ટરે જ ઇલાજની તમામ જવાબદારી ઉઠાવવી જોઇએ.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત 15મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 37,154 નવા કેસ નોંધાયા હતા અને 724 લોકોના મોત થયા હતા. દેશનો રિકવરી રેટ વધીને 97.22 ટકા પર પહોંચ્યો છે.
દેશમાં કોરોના વાયરસની સ્થિતિ
- કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 8 લાખ 32 હજાર 870
- કુલ ડિસ્ચાર્જ - ત્રણ કરોડ 14 હજાર 713
- કુલ એક્ટિવ કેસ - 4 લાખ 50 હજાર 899
- કુલ મોત - 4 લાખ 8 હજાર 764
ગઈકાલે 14 લાખ 32 હજાર 343 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં કુલ 37,73,52,501 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારે 12,35,287 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.