શોધખોળ કરો

11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ

heavy rainfall alert india: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં 70 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવા અને કરા પડવાની આગાહી; જાણો તમારા રાજ્યમાં કેવું રહેશે હવામાન.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દેશભરમાં 11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, વરસાદની ચેતવણી.
  • ગુજરાત, મધ્ય ભારતમાં ભારે પવન, ગાજવીજ સાથે વરસાદ.
  • ઉત્તર ભારતમાં આંધી-તોફાન, રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ ઉડશે.
  • કેરળ, પૂર્વોત્તર રાજ્યોમાં અતિભારે વરસાદ, બિહારમાં ગરમી.

heavy rainfall alert india: દેશભરમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના અલગ-અલગ ભાગોમાં કુલ 11 ચક્રવાતી સિસ્ટમ (સાયક્લોનિક સર્ક્યુલેશન) એકસાથે સક્રિય થઈ છે. જેના કારણે આગામી 7 દિવસ સુધી દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે પવન, ગાજવીજ અને કરા સાથે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે. એક તરફ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદી માહોલ રહેશે, તો બીજી તરફ બિહારમાં આકરી ગરમી અને લૂ (હીટવેવ) નું એલર્ટ આપવામાં આવ્યું છે.

ક્યાં સક્રિય છે આ સિસ્ટમ?

હાલમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આસામ, મધ્ય પ્રદેશ અને કેરળની સાથે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પર ચક્રવાતી સિસ્ટમ બની છે. આ ઉપરાંત, 3 જૂનથી એક નવું 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' પણ સક્રિય થવા જઈ રહ્યું છે, જે વાતાવરણમાં વધુ ફેરફાર લાવશે.

ગુજરાત અને મધ્ય ભારતમાં કેવો રહેશે માહોલ?

ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, કોંકણ અને ગોવામાં આગામી દિવસોમાં ગાજવીજ અને જોરદાર પવન સાથે વરસાદ પડી શકે છે.

આ વિસ્તારોમાં ક્યાંક-ક્યાંક કરા પડવાની પણ પૂરી સંભાવના છે.

મહારાષ્ટ્રમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી નીચે ગગડી શકે છે, જેનાથી લોકોને બફારામાંથી રાહત મળશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી; જાણો કયા 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?

ઉત્તર ભારતમાં આંધી-તોફાન અને કરાની ચેતવણી:

જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં અલગ-અલગ દિવસોમાં વરસાદ અને 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે.

કેટલાક ભાગોમાં કરા પડવાની અને ખાસ કરીને રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ (આંધી) ઊડવાની શક્યતા છે.

જોકે, ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાન 4 થી 6 ડિગ્રી વધી પણ શકે છે. બિહારમાં 3 થી 7 જૂન સુધી હીટવેવ (આકરી ગરમી) ની આગાહી કરવામાં આવી છે, જ્યારે કેટલાક રાજ્યોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાન: 1 જૂનથી બદલાશે હવામાન, દેશના 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી

દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ:

કેરળ, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે 40 થી 50 કિમી (અમુક જગ્યાએ 70 કિમી) ની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ પડશે.

ખાસ કરીને કેરળમાં 3 થી 7 જૂન વચ્ચે અતિભારે વરસાદ ખાબકવાની ચેતવણી અપાઈ છે.

બીજી તરફ આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં આખું અઠવાડિયું હળવાથી મધ્યમ અને અમુક દિવસોમાં ભારે વરસાદ ચાલુ રહેશે.

Frequently Asked Questions

ભારતમાં હાલમાં કેટલી ચક્રવાતી સિસ્ટમ સક્રિય છે?

હાલમાં દેશના અલગ-અલગ ભાગોમાં કુલ 11 ચક્રવાતી સિસ્ટમ એકસાથે સક્રિય છે.

કયા રાજ્યોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી છે?

ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, કોંકણ, ગોવા, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

બિહારમાં હવામાનની શું આગાહી છે?

બિહારમાં 3 થી 7 જૂન સુધી આકરી ગરમી (હીટવેવ) ની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદની શું સ્થિતિ રહેશે?

કેરળ, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ પડશે.

ટોપ સ્ટોરી

'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
Embed widget