શોધખોળ કરો
Advertisement
આરોગ્ય કર્મચારી 108 એમ્બ્યુલન્સમાં યુવતી સાથે મનાવી રહ્યો હતો રંગરેલિયાં, જાણો કઈ રીતે વીડિયો થઈ ગયો વાયરલ ?
આ વિડીયો વાયરલ થતા જ એમ્બ્યુલન્સનું સંચાલન કરતી કંપનીએ કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂક્યો છે.
લખનૌઃ ઉત્તર પ્રદેશમાં બનેલી એક શરમજનક ઘટનામાં સરકારી 108 એમ્બ્યુલન્સમાં ગર્લફ્રેન્ડ સાથે રંગરેલિયાં મનાવતા આરોગ્ય કર્મચારીનો 17 સેકેન્ડનો વિડીયો વાયરલ થયો છે. લોકો કોરોનાના કારણે મરી રહ્યા છે ત્યારે એમ્બ્યુલન્સનો ઉપયોગ હવસખોરી માટે કરાતો હોવાની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. એક આરટીઆઈ એક્ટિવિસ્ટે આ કામલીલાનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેતાં આ ઘટના બહાર આવી હતી.
આ વિડીયો વાયરલ થતા જ એમ્બ્યુલન્સનું સંચાલન કરતી કંપનીએ કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. આ ઘટના ઉત્તર પ્રદેશનાં રામપુર જિલ્લાની છે. રામપુરની જિલ્લા હૉસ્પિટલમાં ઉપયોગ કરવામાં આવી રહેલી એમ્બ્યુલન્સ જીવીકે કંપની દ્વારા સંચાલીત કરવામાં આવે છે.
આ કર્મચારીના અશ્લીલ વિડીયોમાં કર્મચારી સરકારી એમ્બ્યુલન્સમાં એક યુવતી સાથે આપત્તિજનક સ્થિતીમાં સાથે જોવા મળી રહ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ તંત્રને આ ખબર પડી તો તેમણે સંબંધિત જીવીકે કંપનીને તપાસ કરવાની સૂચના આપી હતી.
આ મુદ્દે ચીફ મેડિકલ ઑફિસર સુબોધ કુમાર શર્માએ જણાવ્યું કે, એમ્બ્યુલન્સમાં આપત્તિજનક હરકત કરતો એક વિડીયો વાયરલ થયો હતો. જીબીકે કંપની દ્વારા 108 એમ્બ્યુલન્સ સેવાનું સંચાલન કરવામાં આવે છે. તેમના અધિકારીને જાણ કરાયા પછી મને રવિવારે જાણ કરાઈ છે કે, વીડિયોમાં દેખાતા કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion