શોધખોળ કરો
Advertisement
તેજ પ્રતાપ યાદવે કહ્યું- 'રાજકીય ફાયદા માટે દબાણમાં કરાવ્યા મારા લગ્ન'
પટણાઃ આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજપ્રતાપે પોતાની પત્ની ઐશ્વર્યા સાથે લગ્ન તોડવાનો નિર્ણય કરતા શુક્રવારે ડિવોર્સની અરજી કરી હતી. આ સંબંધમાં મૌન તોડતા તેજપ્રતાપે કહ્યું હતું કે, મારા પરિવાર અને પાર્ટીના અનેક લોકોએ રાજકીય ફાયદો મેળવવા માટે મારા લગ્ન કરાવ્યા હતા. તેજપ્રતાપ પિતા લાલૂને મળવા માટે રાંચી જતા અગાઉ કહ્યુ હતું કે, અમારી વચ્ચે કોઇ તાલમેલ નથી. અમે બંન્ને અલગ અલગ બ્રેકગ્રાઉન્ડથી આવીએ છીએ. અમારી ધારણાઓ અને ઉછેર પણ અલગ અલગ છે. હું ક્યારેય પણ લગ્ન માટે તૈયાર નહોતો. મે આ અંગે મારા માતાપિતાને પણ કહ્યુ હતું. મે આ અંગે મારા ભાઇ તેજસ્વી અને બહેનને પણ કરી હતી પરંતુ કોઇએ મને ગંભીરતાથી લીધો નહોતો.
તેજપ્રતાપ યાદવે સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી પણ ઐશ્વર્યા રાયને બ્લોક કરી દીધી હતી. એટલું જ નહીં ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ પરથી લગ્નની તમામ તસવીરો અને વીડિયો ડિલિટ કરી દીધા હતા. તે સિવાય તેજપ્રતાપ યાદવે કહ્યું કે, ગૂંગળાઇને જીવવાનો કોઇ ફાયદો નથી. ઐશ્વર્યા સાઉથ પોલ છે તો હું નોર્થ પોલ છું. પરિવારના લોકો સામે પણ ઝઘડો થયો. તિર કમાનમાંથી નીકળી ચૂક્યું છે. હું તેને પાછું લેવાનો નથી. ઘણા લોકોએ રાજકીય ફાયદા માટે ઘણુ કર્યું છે, તમામ બાબતોને કોર્ટે સામે રાખીશ. નોંધનીય છે કે તેજપ્રતાપ યાદવે ઐશ્વર્યા સાથે ડિવોર્સ લેવાની અરજી પટણાની ફેમિલી કોર્ટમાં કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion