શોધખોળ કરો

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

imd weather forecast: દેશમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે, 80 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે વાવાઝોડા અને કરા પડવાની શક્યતા; જાણો દિલ્હી, યુપી, બિહારથી લઈને ગુજરાત સુધીના હવામાનની વિગતવાર માહિતી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે 21 જુલાઈએ 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ.
  • 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન, વાવાઝોડાની શક્યતા.
  • ગુજરાત, દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી.
  • ચક્રવાતી પરિભ્રમણથી 4-5 દિવસ ચોમાસું સક્રિય રહેશે.

imd weather forecast: દેશમાં ચોમાસું અત્યારે ભયજનક સ્વરૂપ લઈ ચૂક્યું છે અને આ પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગ (IMD) દ્વારા વધુ એક ચેતવણી જાહેર કરવામાં આવી છે, જે લોકોની ચિંતા વધારી શકે છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આવતીકાલે એટલે કે 21 જુલાઈના રોજ ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના 16 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને ભારે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન 80 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પહાડી વિસ્તારોથી લઈને પૂર્વીય રાજ્યોમાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. જોરદાર વાવાઝોડાના કારણે વૃક્ષો ધરાશાયી થવાની અને કેટલાક રાજ્યોમાં મોટા કરા પડવાની પણ ચેતવણી અપાઈ છે. જો તમે ક્યાંય બહાર જવાનો કે મુસાફરીનો પ્લાન કરી રહ્યા છો, તો ઘરની બહાર નીકળતા પહેલા હવામાનની આ અપડેટ એકવાર જરૂર વાંચી લેજો. આગામી 4 થી 5 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતમાં ચોમાસું અત્યંત સક્રિય રહેશે. હાલમાં દક્ષિણ ઉત્તર પ્રદેશ, ઉત્તર ઝારખંડ અને બિહારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન (ચક્રવાતી પરિભ્રમણ) સર્જાયું છે, જ્યારે ત્રિપુરામાં લો-પ્રેશર સિસ્ટમ બની છે.

આવતીકાલે 21 જુલાઈના રોજ જે 16 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી આપવામાં આવી છે તેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને કેરળનો સમાવેશ થાય છે. આ તમામ રાજ્યોમાં સરેરાશ 70 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ચાલો જાણીએ રાજ્યવાર હવામાનની વિગતવાર માહિતી અને તાપમાનનો અંદાજ...

દિલ્હી અને ઉત્તર પ્રદેશની સ્થિતિ

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે 21 જુલાઈએ દિલ્હીમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી જારી કરાઈ છે, જ્યાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. અહીં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ 28 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. જ્યારે યુપીમાં અલીગઢ, ફિરોઝાબાદ, મથુરા, આગ્રા, મહામાયાનગર, મૈનપુરી, એટા, કાનપુર, કન્નૌજ, કાનપુર દેહાત, ઝાંસી, લલિતપુર, બાંદા, પ્રયાગરાજ, અયોધ્યા, વારાણસી, ગોરખપુર અને દેવરિયામાં 70 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદનું એલર્ટ છે. લખનૌમાં 21 જુલાઈએ તાપમાન 27 થી 30 ડિગ્રી વચ્ચે નોંધાઈ શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?

બિહાર અને ઝારખંડમાં મેઘમહેર

બિહારમાં 21 અને 22 જુલાઈએ પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, સિવાન, સારણ, રોહતાસ, ગયા, ગોપાલગંજ, ભોજપુર, કૈમુર, નવાદા, નાલંદા, પૂર્ણિયા, કટિહાર, બેગુસરાય અને કિશનગંજ સહિતના વિસ્તારોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી છે. પટનામાં 27 થી 31 ડિગ્રી વચ્ચે તાપમાન રહેશે. તો બીજી તરફ, ઝારખંડના રાંચી, ગુમલા, પશ્ચિમ અને પૂર્વ સિંઘભૂમ, સિમડેગા, ખુંટી, ધનબાદ, જમશેદપુર, દેવઘર, ગિરિડીહ, રામગઢ, લોહરદગા અને બોકારોમાં 40 થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે મુશળધાર વરસાદની આગાહી છે. રાંચીમાં તાપમાન 23 થી 26 ડિગ્રી વચ્ચે રહેશે.

પહાડી રાજ્યો (ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીર)

ઉત્તરાખંડમાં 21 અને 22 જુલાઈએ હરિદ્વાર, ઋષિકેશ, દેહરાદૂન, નૈનિતાલ, ચમોલી, ટિહરી ગઢવાલ, પિથોરાગઢ, અલ્મોરા, રુદ્રપ્રયાગ અને બાગેશ્વરમાં 60 થી 70 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ તૂટી પડશે. દેહરાદૂનમાં તાપમાન 24 થી 26 ડિગ્રી રહેશે. હિમાચલ પ્રદેશના શિમલા, મંડી, કુલ્લુ, કાંગડા, બિલાસપુર, ઉના, કિન્નૌર, સોલન અને હમીરપુરમાં 60 થી 65 કિમીની ઝડપે પવન ફૂંકાશે. મનાલીનું તાપમાન ઘટીને 11 થી 13 ડિગ્રી થઈ જશે. જ્યારે જમ્મુ અને કાશ્મીરના પૂંચ, રાજૌરી, ઉધમપુર, ગંડબલ, જમ્મુ, કુલગામ, કઠુઆ, ડોડા, કિશ્તવાડ, અનંતનાગ અને કુપવાડામાં ભારે વરસાદ અને તોફાનનું એલર્ટ છે. શ્રીનગરમાં તાપમાન 19 થી 21 ડિગ્રી રહેશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

પશ્ચિમ બંગાળ અને પંજાબ

કોલકાતા, હાવડા, માલદા, બાંકુરા, મુર્શિદાબાદ, કાલિમપોંગ, બીરભૂમ, નાદિયા, જલપાઈગુડી, હુગલી અને દુર્ગાપુર સહિત પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાં 70 થી 75 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને મધ્યમથી ભારે વરસાદ પડશે. 21 જુલાઈએ કોલકાતામાં તાપમાન 29 થી 36 ડિગ્રી રહેશે. પંજાબના ભટિંડા, માનસા, ફરીદકોટ, મુક્તસર, લુધિયાણા, અમૃતસર, પઠાણકોટ, સંગરુર, બર્નાલા, હોશિયારપુર અને ગુરદાસપુર માટે 65 થી 70 કિમીની ઝડપે વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી અપાઈ છે.

રાજસ્થાન અને મધ્યપ્રદેશનો માહોલ

રાજસ્થાનના અલવર, ઝુનઝુનુ, ટોંક, અજમેર, ચિત્તોડગઢ, જોધપુર, જેસલમેર, બાડમેર, ભરતપુર, સીકર, પ્રતાપગઢ, ભીલવાડા, પાલી અને બુંદીમાં 55 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની આગાહી છે. જયપુરમાં તાપમાન 26 થી 27 ડિગ્રી રહેશે. મધ્યપ્રદેશના મંડલા, વિદિશા, છિંદવાડા, હોશંગાબાદ, સિઓની, દેવાસ, બેતુલ, હરદા, ધાર, બાલાઘાટ, ગુના, નીમુચ, ઉજ્જૈન, ઉમરિયા અને જબલપુરમાં પણ 60 થી 65 કિમીની ઝડપે વાવાઝોડા સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ભોપાલનું તાપમાન 24 થી 26 ડિગ્રી નોંધાઈ શકે છે.

ગુજરાત, છત્તીસગઢ અને ઓડિશાની લેટેસ્ટ અપડેટ

ગુજરાત માટે પણ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. 21 જુલાઈએ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, નર્મદા અને દાદરા નગર હવેલીમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે છત્તીસગઢના રાયપુર, ધમતારી, કોરબા, ગારિયાબંધ, સૂરજપુર, બિલાસપુર, બેમેતારા, જાંજગીર, મહાસમુંદ, દુર્ગ, રાયગઢ અને કોરિયામાં 65 કિમીની ઝડપે પવન ફૂંકાશે. આ ઉપરાંત ઓડિશાના ભુવનેશ્વર, પુરી, બાલનગીર, નૌપદા, સુંદરગઢ, મયુરભંજ, કેઓંઝર અને સંબલપુરમાં પણ 60 કિમીની ઝડપે વાવાઝોડા સાથે ભારે મેઘમહેર થવાની શક્યતા છે.

Frequently Asked Questions

હવામાન વિભાગ (IMD) દ્વારા કઈ નવી ચેતવણી જાહેર કરવામાં આવી છે?

IMD દ્વારા 21 જુલાઈએ 16 રાજ્યોમાં મુશળધાર વરસાદ, ભારે વાવાઝોડા અને 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી અપાઈ છે. વૃક્ષો ધરાશાયી થવાની અને મોટા કરા પડવાની પણ શક્યતા છે.

21 જુલાઈના રોજ કયા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે અને ગુજરાત માટે શું ચેતવણી છે?

21 જુલાઈએ ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી છે. ગુજરાતમાં દક્ષિણના વિસ્તારોમાં 60 કિમી/કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને વાવાઝોડું આવી શકે છે.

ઉત્તર-પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતમાં ચોમાસું કેટલા દિવસ સક્રિય રહેશે?

આગામી 4 થી 5 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતમાં ચોમાસું અત્યંત સક્રિય રહેશે. હાલમાં દક્ષિણ ઉત્તર પ્રદેશ, ઉત્તર ઝારખંડ અને બિહારમાં ચક્રવાતી પરિભ્રમણ સર્જાયું છે.

દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પવનની અંદાજિત ઝડપ કેટલી રહેશે?

દિલ્હીમાં 40 થી 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર પ્રદેશના અલીગઢ, આગ્રા, કાનપુર, પ્રયાગરાજ જેવા વિસ્તારોમાં 70 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાનું એલર્ટ છે.

ટોપ સ્ટોરી

CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ઉત્તરપ્રદેશ ચૂંટણીને લઈ એક્શનમાં પ્રિયંકા ગાંધી, 150 બેઠકોનું બનાવ્યું લિસ્ટ 
ઉત્તરપ્રદેશ ચૂંટણીને લઈ એક્શનમાં પ્રિયંકા ગાંધી, 150 બેઠકોનું બનાવ્યું લિસ્ટ 

વિડિઓઝ

Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
ચાલતી ટ્રેનમાં ઓર્ડર કરો ચાર્જર, દવાઓ અને જરૂરી સામાન, Blinkit કરશે ડિલિવરી
ચાલતી ટ્રેનમાં ઓર્ડર કરો ચાર્જર, દવાઓ અને જરૂરી સામાન, Blinkit કરશે ડિલિવરી
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
ICC એ 2027 ટી20 વર્લ્ડ કપના શેડ્યૂલનું કર્યું એલાન, જાણો કયા ગ્રુપમાં છે ભારત-પાકિસ્તાન
ICC એ 2027 ટી20 વર્લ્ડ કપના શેડ્યૂલનું કર્યું એલાન, જાણો કયા ગ્રુપમાં છે ભારત-પાકિસ્તાન
Embed widget