શોધખોળ કરો

Today's weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ તારીખથી વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં થશે અસર

Weather News: નવા પશ્ચિમી વિક્ષેપના કારણે ઉત્તર ભારતમાં હવામાનમાં પલટો, ગાઢ ધુમ્મસ અને ઠંડા દિવસોની આગાહી યથાવત

Weather Update: ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે 4 જાન્યુઆરીથી ઉત્તર ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે. આ સાથે આગામી 2-3 દિવસ સુધી ગાઢ ધુમ્મસ અને ઠંડા દિવસોની સ્થિતિ પણ યથાવત રહેશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે?

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક હવામાનશાસ્ત્રીય ઘટના છે જે ભૂમધ્ય સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનોને કારણે થાય છે. આના કારણે ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગોમાં શિયાળા દરમિયાન હિમવર્ષા અને વરસાદ થાય છે.

હવામાનની આગાહીની વિગતો:

  • 1 થી 3 જાન્યુઆરી: પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હિમવર્ષા અને હળવો વરસાદ થઈ શકે છે.
  • 4 અને 5 જાન્યુઆરી: વ્યાપક વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લઘુત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેનાથી ઠંડીમાં થોડી રાહત મળી શકે છે.
  • આગામી બે-ત્રણ દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં દિવસ દરમિયાન ઠંડી અને ગાઢ ધુમ્મસની સંભાવના છે.
  • જમ્મુ-કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં હજુ પણ કોલ્ડવેવની સ્થિતિ યથાવત છે.

કયા રાજ્યોમાં અસર થશે?

હવામાનશાસ્ત્રીઓના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મુખ્યત્વે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં જોવા મળશે. આ સાથે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે.

ઠંડીમાં રાહત

IMDના વૈજ્ઞાનિક સોમા સેન રોયે કહ્યું કે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઠંડીમાં થોડી રાહત મળી શકે છે, કારણ કે લઘુત્તમ તાપમાનમાં વધારો થવાથી ઠંડીની તીવ્રતા ઘટશે.

આગામી ત્રણ દિવસની સ્થિતિ

31 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસની શક્યતા છે. જ્યારે પંજાબ, ચંદીગઢ અને હરિયાણામાં શીત લહેર રહેશે. આસામ અને મેઘાલયમાં પણ ગાઢ ધુમ્મસ રહેશે.

1 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં શીત લહેર આવશે. હિમાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ગાઢ ધુમ્મસ રહેશે.

પંજાબ-હરિયાણા અને રાજસ્થાનમાં 2 જાન્યુઆરીએ પણ કોલ્ડવેવની અસર ચાલુ રહેશે. ગાઢ ધુમ્મસ ઘટશે. ઉત્તર પશ્ચિમ તરફથી આવતા પવનો જોરદાર રહેશે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘટવાની ધારણા છે.

ગુજરાતમાં આગાહી

ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે, જેના કારણે રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે અમદાવાદમાં 13.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જ્યારે નલિયામાં સૌથી ઓછું 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રમાં તાપમાનમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે, જેના કારણે ઠંડીમાં થોડો ઘટાડો થયો છે. જો કે, ઉત્તર ગુજરાતમાં ઠંડીનું મોજું યથાવત છે. ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાના કારણે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ રહી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈHun To Bolish : હું તો બોલીશ : ભગવાનના દરબારમાં પણ VIPનો વહેમ?Junagadh Gadi Controversy: જૂનાગઢના ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ વધુ વકર્યોBZ Group Scam : ભૂપેન્દ્ર ઝાલાની પૉન્ઝી સ્કીમમાં 11 હજાર લોકોનું રોકાણ! CID ક્રાઇમની તપાસમાં ખુલાસા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે એક જ દિવસમાં ૧૦૦૦ કરોડ રૂપિયા મંજૂર
રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે એક જ દિવસમાં ૧૦૦૦ કરોડ રૂપિયા મંજૂર
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો
'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા
'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
Embed widget