શોધખોળ કરો

Weather: હવે ઠંડીને લઇને આવ્યુ મોટુ અપડેટ, જાણો હવે તાપમાનનો પારે વધશે કે ઘટશે ?

આઇએમડીમાંથી મળેલી જાણકારી અનુસાર, ઉત્તરાખંડ, હિમાલચ પ્રદેશ, મેઘાલય સહિતના પહાડી વિસ્તારોમાં 8 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરીની વચ્ચે બરફવર્ષા અને વરસાદનું અનુમાન છે.

IMD Weather Forecast: રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ ઓછો થઇ રહ્યો છે. દેશના મોટાભાગના રાજ્યોમાં તડકો વધુ ઘેરો થઇ રહ્યો છે. આ કારણે ન્યૂનત્તમ તાપમાનમાં વધારો થવા લાગ્યો છે, જેના કારણે ઉત્તર ભારતમાં ફેબ્રુઆરીના મહિનામાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, દિલ્હીમાં બુધવારે (8 ફેબ્રુઆરી)એ ન્યૂનત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ અને ગુરુત્તમ 25 ડિગ્રી રહેવાનુ અનુમાન છે. 

આઇએમડીમાંથી મળેલી જાણકારી અનુસાર, ઉત્તરાખંડ, હિમાલચ પ્રદેશ, મેઘાલય સહિતના પહાડી વિસ્તારોમાં 8 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરીની વચ્ચે બરફવર્ષા અને વરસાદનું અનુમાન છે. જેના કારણે ઉત્તર ભારતના વિસ્તારો જેવા કે દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં ઠંડ એકવાર ફરીથી એન્ટ્રી મારી શકે છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં અત્યારે દર એક બે દિવસની અંદર એકથી બે ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો થઇ રહ્યો છે. 

196 એક્યઆઇ નોંધવામાં આવ્યો - 
દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન 23 થી 24 ડિગ્રીની આસપાસ બનાવી રાખ્યુ છે. હવામાન વિભાગ અનુસાર દિલ્હીમાં બુધવારે આકાશ ચોખ્ખુ રહેશે. વળી, દિવસના સમયે 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી પવન ફૂંકાવવાની સંભાવના છે. દિલ્હીમાં બુધવારની એર ક્વૉલિટી ઇન્ડેક્સ સંતોષજનક કેટેગરીમાં જોવા મળ્યો છે. દિલ્હીમાં એક્યૂઆઇ 196 નોંધવામાં આવ્યો છે. 

એનસીઆરમાં AQI નું લેવલ - 
ફરીદાબાદ- 184
ગુરુગ્રામ - 190
ગાઝિયાબાદ - 168
ગ્રેટર નૉઇડા - 166
નોઇડા - 153

35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે તાપમાન - 
ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં તાપમાનમાં વધારાના કારણે ગરમી વધતી દેખાઇ રહી છે. જયપુરમાં બુધવારે ન્યૂનત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ અને અધિકત્તમ 27 ડિગ્રી રહેવાનુ અનુમાનછે. રાજ્યમાં કેટલાક ભાગોમાં ફેબ્રુઆરીના અંત સુધી તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. યુપીમાં પણ માર્ચમાં ભીષણ ગરમીની શરૂઆત થવાની આશા છે. વળી, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સાફ રહેશે. 

Gujarat Weather: રાજ્યમાં ગરમીની ધીમે ધીમે થઈ રહી છે શરૂઆત, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Gujarat Weather Update:  રાજ્યમાં આગામી 5 દિવસને લઈ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને તાપમાનમાં ઉતાર ચડાવ રહેશે. આગામી પાંચ દિવસ ક્યાંક 1 થી 2 ડીગ્રી તાપમાન ઘટશે તો ક્યાંક તાપમાન વધશે. સવારે ઠંડી જ્યારે બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અહેસાસ થશે. હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં તાપમાન નોર્મલ થતા ગરમીની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે. નલિયામાં 11 ડિગ્રી જ્યારે અમદાવાદમાં 13 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું. જ્યારે રાજ્યમાં દિવસનું તાપમાન 33 ડિગ્રી આસપાસ નોંધાયું.

રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ

રાજ્યમાં પારો ઉંચકાતા ઠંડીનું પ્રમાણ ઘટી ગયું અને ગરમીનું પ્રમાણ વધતા બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી પાંચ દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે. આ સાથે આગામી 22થી 26 દરમિયાન માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી તાપમાનો પારો ઉચકાયો છે જેથી સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી તાપમાન વધી ગયુ છે. તાપમાનના વધારાને કારણે ઠંડીની અસર ઘટી ગઈ છે અને ગરમીનું પ્રમાણ વધી ગયુ છે. રાજ્યમાં કડકડતી ઠંડી બાદ હવે છેલ્લા ત્રણ ચાર દિવસથી પારો ઉંચકતા ગરમીમાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ ચાર દિવસ મિશ્ર ઋતુનો અનુભવ થશે. આ ઉપરાંત રાજ્યના કેટલાક શહેરોમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ એક ઠંડીનો રાઉન્ડ પણ બાકી છે. હવામાંન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, પશ્ચિમ ભાગોમાં હળવો વરસાદ રહેવાની સંભાવના છે. આગામી 13મી ફેબ્રુઆરીથી વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પુતિનની ભારત મુલાકાતનું શિડ્યૂલ જાહેર, જાણો PM મોદી ઉપરાંત કોને કોને મળશે રશિયન રાષ્ટ્રપતિ
પુતિનની ભારત મુલાકાતનું શિડ્યૂલ જાહેર, જાણો PM મોદી ઉપરાંત કોને કોને મળશે રશિયન રાષ્ટ્રપતિ
Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ તારીખે થશે ભારત પાકિસ્તાનનો મુકાબલો
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ તારીખે થશે ભારત પાકિસ્તાનનો મુકાબલો
100 કરોડની કમાણી કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ બનવાથી એક કદમ દૂર
100 કરોડની કમાણી કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ બનવાથી એક કદમ દૂર "લાલો કૃષ્ણ સદા સહાયતે"
Advertisement

વિડિઓઝ

Kutch University: કચ્છ યુનિ.નું ભોપાળું, MA સેમ.1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછી લેવાયું!
Pakistan Imran Khan: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને લઈ દુનિયાભરની અટકળો
Ahmedabad Suicide News: અમદાવાદના સરખેજમાં એક તરફી પ્રેમમાં યુવકે જાત જલાવી આત્મહત્યા કરી લીધી
Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પુતિનની ભારત મુલાકાતનું શિડ્યૂલ જાહેર, જાણો PM મોદી ઉપરાંત કોને કોને મળશે રશિયન રાષ્ટ્રપતિ
પુતિનની ભારત મુલાકાતનું શિડ્યૂલ જાહેર, જાણો PM મોદી ઉપરાંત કોને કોને મળશે રશિયન રાષ્ટ્રપતિ
Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ તારીખે થશે ભારત પાકિસ્તાનનો મુકાબલો
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ તારીખે થશે ભારત પાકિસ્તાનનો મુકાબલો
100 કરોડની કમાણી કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ બનવાથી એક કદમ દૂર
100 કરોડની કમાણી કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ બનવાથી એક કદમ દૂર "લાલો કૃષ્ણ સદા સહાયતે"
કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, અનેક વિસ્તારોમાં AQI 225ને પાર થતાં સ્વાસ્થ્ય પર ખતરો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, અનેક વિસ્તારોમાં AQI 225ને પાર થતાં સ્વાસ્થ્ય પર ખતરો
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
Embed widget