શોધખોળ કરો

Weather Updates: હવામાન વિભાગે આજે ગુજરાત સહિત કયા કયા રાજ્યોમાં કરી છે ભારે વરસાદની આગાહી, જાણો વિગતે

દિલ્હી, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત, ગોવા, આંધ્ર પ્રદેશ, તેલંગાણામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

નવી દિલ્હીઃ હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત દિલ્હી, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગોવા, આંધ્ર પ્રદેશ, તેલંગાણામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાં ભારે વરસાદ પડી શકે છે. દિલ્હી દિલ્હીમાં આજ સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે દિલ્હીમાં ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાત ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી આવી છે. હવમાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં તો દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. 14 અને 15 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો શુક્રવારે સુરત, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, તાપી, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશ હવામાન વિભાગે મધ્યપ્રદેશમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભોપાલ, ગ્વાલિયર, પન્ના, વિદિશા, છતરપુર, શ્યોપુર સહિત ઉજ્જૈનમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઉત્તરાખંડ ઉત્તરાખંડમાં હવામાન વિભાગે 17 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઋષિકેશમાં ગંગા ભયજનક સપાટી વટાવી ગઈ છે. હવામાન વિભાગે લોકોને જરૂર હોય તો જ બહાર નીકળવા જણાવ્યું છે.
રાજસ્થાન રાજસ્થાનમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ભરતપુર, ભીલવાડા, બૂંદી, દૌસા, ધૌલપુર, કરૌલી, કોટા, રાજસમંદ અને ઉદયપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે  આશરે બે ડઝન જિલ્લામાં મધ્યમ વરસાદ પડી શકે છે. H-1B વીઝા ધારકો માટે ખુશખબર, અમેરિકાએ શરતો સાથે પાછા ફરવાની આપી મંજૂરી, જાણો વિગતે

ટોપ સ્ટોરી

લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Embed widget