શોધખોળ કરો
Advertisement
H-1B વીઝા ધારકો માટે ખુશખબર, અમેરિકાએ શરતો સાથે પાછા ફરવાની આપી મંજૂરી, જાણો વિગતે
ટ્રમ્પ તંત્ર દ્વારા એચ-1બી વીઝા ધરાવતાં હોય અને અમેરિકામાં તાત્કાલિક જરૂર હોય તેવા વરિષ્ઠ મેનેજરો, ટેકનોલોજી એક્સપર્ટ અને અન્ય શ્રમિકોને પણ યાત્રા કરવાની મંજૂરી આપી છે.
વોશિંગ્ટનઃ અમેરિકન સરકારે H-1B વીઝાના કેટલાક નિયમોમાં ઢીલ આપી છે. પરંતુ આ છૂટ એવા લોકોને લાગુ પડશે જે નોકરીમાં પરત આવી રહ્યા છે અને વીઝા પ્રતિબંધની જાહેરાત પહેલા કરી હતી. અમેરિકાના વિદેશ મંત્રાલયના સલાહકારે કહ્યું, આશ્રિતો (જીવનસાથી અને બાળકો)ને પણ પ્રાથમિક વીઝા ધારાક સાથે યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે.
ટ્રમ્પ તંત્ર દ્વારા એચ-1બી વીઝા ધરાવતાં હોય અને અમેરિકામાં તાત્કાલિક જરૂર હોય તેવા વરિષ્ઠ મેનેજરો, ટેકનોલોજી એક્સપર્ટ અને અન્ય શ્રમિકોને પણ યાત્રા કરવાની મંજૂરી આપી છે.અમેરિકાની આર્થિક હાલત સુવિધાજનક બનાવવા માટે આ છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત કોવિડ-19 મહામારીના પ્રભાવને ઓછો કરવા સ્વાસ્થ્ય સેક્ટરમાં કાર કરતાં વિદેશી લોકોને પણ અમેરિકા આવવા મંજૂરી આપી છે.
થોડા દિવસો પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રોજગારા આધારિત અનેક અમેરિકન વીઝા પ્રોગામ પર કામચલાઉ રોક લગાવી દીધી હતી. કોરોના વાયરસથી ફેલાયલી કોવિડ-19 મહામારી વચ્ચે આ ફેંસલાથી અમેરિકામાં નોકરી કરવાની આશા રાખતા હજારો લોકોની આશાને મોટો ફટકો લાગ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement