બર્થડે ઉજવણીની વિચિત્ર રીત, એક સાથે કાપી 550 કેક, વીડિયો થયો વાયરલ
મળતી માહિતી મુજબ આ કિસ્સો મુંબઈના કાંદિવલી વેસ્ટ સ્ટેશન વિસ્તારનો છે.
મુંબઈ: લોકો તેમનો જન્મદિવસ ખૂબ આનંદથી ઉજવે છે. લોકો આ દિવસને શ્રેષ્ઠ અને યાદગાર બનાવવા માટે ઘણું બધું કરે છે. પરંતુ મુંબઈના એક વ્યક્તિએ તેના જન્મદિવસ પર કંઈક એવું કર્યું કે જેને જાણીને તમને આશ્ચર્ય થશે. વ્યક્તિએ એક સાથે 550 કેક કાપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો. આ સિવાય જન્મદિવસમાં સામેલ લોકોએ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન પણ કર્યું.
550 કેક એકસાથે કાપી
મળતી માહિતી મુજબ આ કિસ્સો મુંબઈના કાંદિવલી વેસ્ટ સ્ટેશન વિસ્તારનો છે. એક સાથે 550 કેક કાપનાર વ્યક્તિનું નામ સૂર્ય રતુરી છે. ગયા મંગળવારે સૂર્યનો જન્મદિવસ હતો. આ દરમિયાન તેણે 550 કેક મંગાવી હતી. જન્મદિવસને ધ્યાનમાં રાખીને, તેણે એકસાથે બધી કેક કાપી. સૂર્યના જન્મદિવસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
વાયરલ વીડિયોમાં 3 મોટા ટેબલ પર 550 રંગબેરંગી કેક સજાવવામાં આવી છે. આ પછી, સૂર્ય બંને હાથમાં છરી વડે આ કેક કાપી રહ્યો છે. આ દરમિયાન ત્યાં હાજર લોકો અવાજ કરી રહ્યા છે. જન્મદિવસમાં સામેલ મોટાભાગના લોકો માસ્ક પણ પહેરતા નથી. આ સાથે, સમગ્ર જન્મદિવસની પાર્ટીમાં સામાજિક અંતરનું પણ ધ્યાન રાખવામાં આવ્યું ન હતું.
બર્થડે ઉજવણીની વિચિત્ર રીત, એક સાથે કાપી 550 કેક, વીડિયો થયો વાયરલ pic.twitter.com/4DO5DydiMw
— ABP Asmita (@abpasmitatv) October 13, 2021
સ્થાનિક લોકોએ કાર્યવાહીની કરી માગ
વાયરલ વીડિયોમાં તે સ્પષ્ટ દેખાય છે કે લોકો કોરોના નિયમોનો ભંગ કરી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક લોકોએ આ મામલે મુંબઈ પોલીસ અને BMC પાસે કાર્યવાહીની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં કોવિડ પ્રોટોકોલ હેઠળ તમામ પાર્ટીઓમાં ભેગા થવા પર પ્રતિબંધ છે.
નોંધપાત્ર બાબત એ છે કે મહારાષ્ટ્રમાંથી હજુ પણ કોરોનાના ઘણા કેસ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, આ રીતે લોકોને ભેગા કરીને ઉજવણી કરવાથી કોરોના વિસ્ફોટ થઈ શકે છે.