West Bengal By Polls: બંગાળની પેટા ચૂંટણી જાહેર થતાં જ ભાજપના આ ધારાસભ્યએ કર્યો પક્ષપલટો, કહી આ મોટી વાત
ટીએમસીમાં સામેલ થયા બાદ સુમન રોયે કહ્યું, કેટલાક સંજોગોના કારણે હું બીજેપીની ટિકિટ પરથી ચૂંટણી લડ્યો હતો. પરંતુ મારું હૃદય અને આત્મા ટીએમસી સાથે હતા.
કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. બીજેપીના ધારાસભ્ય સુમન રોયે પાર્ટી છોડી દીધી છે અને તેઓ મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. તેઓ ટીએમસી નેતા પાર્થ ચટર્જીની હાજરીમાં પક્ષમાં જોડાયા હતા.
પાર્થ ચટરજીએ કહ્યું કે, બીજેપી ધારાસભ્ય સુમન રોય બંગાળ અને ઉત્તર બંગાળના વિકાસના કામો માટે અમારી સાથે જોડાયા છે. તેઓ બંગાળની સંસ્કૉતિ અને વિરાસતને સુરક્ષિત રાખવા માંગે છે. પૂર્વ સહયોગીને ફરીથી સામેલ કરવા માટે પાર્ટી મહાસચિવ તરીકે અહીં આવ્યો છું.
ટીએમસીમાં સામેલ થયા બાદ સુમન રોયે કહ્યું, કેટલાક સંજોગોના કારણે હું બીજેપીની ટિકિટ પરથી ચૂંટણી લડ્યો હતો. પરંતુ મારું હૃદય અને આત્મા ટીએમસી સાથે હતા. મમતા બેનર્જીને સપોર્ટ કરવા હું ફરીથી પાર્ટીમાં જોડાયો છું.
I had to contest from Kaliaganj on the BJP ticket due to some circumstances. But my soul and heart belong to TMC. I joined the party again to support CM Mamata Banerjee's efforts. I am apologetic to party for the time I was not here: BJP MLA Soumen Roy after joining TMC pic.twitter.com/5l3C2ALzYQ
— ANI (@ANI) September 4, 2021
કેન્દ્રીય ચૂંટણી પંચે આજે પશ્ચિમ બંગાળ અને ઓડિશા વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર કરી છે. બંગાળ અને ઓડિશામાં 30 સપ્ટેમ્બર પેટા ચૂંટણી યોજાશે. બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ ચૂંટણી પંચને સતત ચૂંટણી યોજવાની માંગ કરતી હતી.
શું કહ્યું ચૂંટણી પંચે
ચૂંટણી પંચે 30 સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ બંગાળની ભવાનીપુર વિધાનસભા વિસ્તારમાં પેટા ચૂંટણી કરવાનો ફેંસલો લીધો છે. આ તારીખએ સમસેરગંજ, જંગીપુર અને ઓડિશાના પીપલીમાં પણ પેટા ચૂંટણી થસશે. મત ગણતરી 3 ઓક્ટોબરે થશે.
કેમ મહત્વની છે બંગાળ પેટા ચૂંટણી
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ મુખ્યમંત્રી પદ પર રહેવા માટે વિધાનસભા ચૂંટણી જીતવી જરૂરી છે. બંગાળામાં વિધાનસભા પરિણામ મે મહિનામાં જાહેર થયા હતા. મમતાને બીજેપી ઉમેદવાદ શુભેંદુ અધિકારીએ હાર આપી હતી. ચૂંટણી પંચના નિયમ મુજબ જો કોઈ મુખ્યમંત્રી કોઈ વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય ન હોય તો 6 મહિનાની અંદર કી પણ ગૃહમાં ચૂંટાવું જરૂરી છે.
ભવાનીપુર સીટથી ચૂંટણી લડશે મમતા ?
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે વિધાનસભા પેટા ચૂંટણીનો રસ્તો ખાલી કરતાં રાજ્યના સત્તાધારી પક્ષ તૃણમુલ કોંગ્રેસ નેતા શોભન દેવે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ ભવાનીપુર વિધાનસભા સીટથી વિજેતા બન્યા હતા. ચેછી મમતા બેનર્જી અહીંથી ચૂંટણી લડે તેવી પૂરી સંભાવના છે.