Mahakumbh 2025: પ્રયાગરાજ અને હરિદ્વાર યોજાતા કુંભ મેળામાં શું તફાવત છે, કેવી રીતે થાય છે સ્થળ નક્કી
Mahakumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભની શરૂઆત થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. આવતીકાલે એટલે કે 13મી જાન્યુઆરીથી પ્રયાગરાજમાં મહા કુંભ મેળો શરૂ થશે. જેમાં દેશ-દુનિયામાંથી લોકો આવશે.

Mahakumbh 2025:આ વખતે પ્રયાગરાજ મહાકુંભમાં કરોડો ભક્તો આવવાની આશા છે. પરંતુ શું તમે જાણો છો કે પ્રયાગરાજ અને હરિદ્વાર કુંભમાં શું તફાવત છે, આજે અમે તમને તેના વિશે જણાવીશું.નોંધનિય છે કે, પ્રયાગરાજમાં આયોજિત કુંભ મેળો મહાકુંભ છે. દર 12 વર્ષે તેનું આયોજન કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે છેલ્લી વખત 2013માં પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ હવે 2025માં પ્રયાગરાજમાં ફરી કુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
હવે સવાલ એ છે કે શું કુંભ મેળાનું આયોજન માત્ર પ્રયાગરાજમાં જ થાય છે. જવાબ ના છે. પ્રયાગરાજ ઉપરાંત હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનમાં પણ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. નોંઘનિય છે કે, આ મેળો 12 વર્ષના અંતરાલથી ઉજવવામાં આવે છે, આ માટે એક પછી એક ચાર સ્થળો પસંદ કરવામાં આવે છે. આ દરમિયાન ભક્તો ગંગા, ક્ષિપ્રા, ગોદાવરી અને સંગમમાં સ્નાન કરે છે.
જ્યારે અર્ધ કુંભ દર છ વર્ષ પછી ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે અર્ધ કુંભનું આયોજન માત્ર બે જ જગ્યાએ કરવામાં આવે છે, જેમાં પહેલું પ્રયાગરાજ અને બીજું હરિદ્વાર છે. દર છ વર્ષે તેનું આયોજન કરવામાં આવે છે.
હવે તમારા મનમાં પ્રશ્ન આવી રહ્યો હશે કે કુંભ મેળો ક્યાં યોજાશે તેની પસંદગી કોણ કરે છે. તમને જણાવી દઈએ કે આ નિર્ણય જ્યોતિષીય ગણતરીના આધારે લેવામાં આવ્યો છે. આ માટે હિન્દુ જ્યોતિષશાસ્ત્રના મુખ્ય ગ્રહો છે - ગુરુ અને સૂર્ય. હરિદ્વારમાં કુંભ મેળો ત્યારે યોજાય છે જ્યારે ગુરૂ કુંભ રાશિમાં હોય તો સૂર્ય મેષ રાશિમાં ગોચર કરતો હોય.
આ પણ વાંચો
મહાકુંભ 2025: આસ્થા, ધર્મ, પરંપરા સિવાય પણ જાણો- કેટલી આવક થશે, GDP પર શું થશે અસર?





















