શોધખોળ કરો
Advertisement
રશિયાની કોરોનાની વેક્સિન સામે ઉઠ્યા સવાલ, આ વેક્સિન લેવી કેમ સાબિત થઈ શકે ખતરનાક ? રશિયાએ કઈ રીતે સૌને ઉલ્લુ બનાવ્યા ?
રશિયાએ મોટા ઉપાડે કોરોનાની રસી સ્પુતનિક 5 લોંચ તો કરી દીધી પણ દુનિયાભરમાં રશિયાની વેક્સીન સ્પુતનિક 5 સામે સવાલ ઉઠી રહ્યા છે.
મોસ્કોઃ રશિયાએ મોટા ઉપાડે કોરોનાની રસી સ્પુતનિક 5 લોંચ તો કરી દીધી પણ દુનિયાભરમાં રશિયાની વેક્સીન સ્પુતનિક 5 સામે સવાલ ઉઠી રહ્યા છે. બલ્કે આ રસી લેવી આરોગ્ય માટે હાનિકારક હોવાના દાવા પણ થઈ રહ્યા છે.
વિશ્વવિખ્યાત મીડિયા હાઉસ ‘ડેઇલી મેલ’એ દાવો કર્યો છે કે, રશિયાની આ વેક્સિનમાં કુલ 144 પ્રકારની સાઈડ ઈફેક્ટ્સ જોવા મળી છે તેથી તે અત્યંત જોખમી છે. ‘ડેઇલી મેલ’ના રીપોર્ટ પ્રમાણે 11 ઓગસ્ટે દુનિયાની પહેલી કોરોના વેક્સીનના રજિસ્ટ્રેશન દરમ્યાન રશિયા તરફથી રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ જ દર્શાવે છે કે આ રસી ખતરનાક છે. આ ડોક્ય્મેન્ટ્સમાં ઘણા ખુલાસા થયા છે અને ડોક્યુમેન્ટ્સ પરથી સ્પષ્ટ થાય છે કે, આ વેક્સિન કેટલી સેફ છે તે જાણવા માટે ક્લિનિકલ સ્ટડી કરાયો જ નથી.
‘ડેઇલી મેલ’ના અહેવાલ અનુસાર, ટ્રાયલના નામ પર 42 દિવસમાં માત્ર 38 સ્વયંસેવકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો. ટ્રાયલના ત્રીજા સ્ટેજ વિશેની કોઈ જાણકારી સામે આવી નથી. રશિયન સરકારનો દાવો છે કે વેક્સીનના કોઈ સાઈડઇફેક્ટ્સ નથી દેખાયા પણ ડોક્યુમેન્ટ્સમાં સ્પષ્ટ લખ્યું છે કે, 38 સ્વયંસેવકોમાં 144 પ્રકારના સાઈડઇફેક્ટ્સ જોવા મળી છે. ટ્રાયલના 42મા દિવસે પણ 38માંથી 31 સ્વયંસેવક આ સાઈડઈફેક્ટ્સ સામે લડી રહ્યા હતા. સ્વયંસેવકોને વેક્સિનનો ડોઝ લીધા બાદ ઘણી પ્રકારની તકલીફો પડી. રશિયાની સરકારે જશ ખાટવા માટે આખ દુનિયાને ઉલ્લુ બનાવી છે. કોરોનાની વેક્સિન બનાવી દીધી હોવાનો તેનો દાવો ભરોસાપાત્ર નથી.
છેલ્લા ઘણા દિવસથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશેન (WHO) પણ આ વેક્સિનની વિશ્વસનિતા સામે સવાલ ઉઠાવી રહ્યું છે. WHOનું કહેવું છે કે રશિયાએ વેક્સિન બનાવવા માટે નક્કી કરેલ નિયમોનું પાલન નથી કર્યું તેથી આ વેક્સીનની સફળતા પર ભરોસો કરવો મુશ્કેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement