શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મુંબઈના જાહેર રસ્તા પર ‘પતિ, પત્ની અને વૌ’નો હંગામો, પતિની ગાડી પર ચઢી ગઈ પત્ની પછી.....
મુંબઈના રસ્તાઓ પર પતિ, પત્ની અને પતિની કથિત મહિલા મિત્ર સાથેનો એક કિસ્સો જોવા મળ્યો હતો. આ કિસ્સામાં પત્નીએ રસ્તા પર પતિની કાર પર ચપ્પલ માર્યા હતાં.
દેશના ઘણાં ભાગોમાં પતિ, પત્ની વચ્ચે ઝઘડાના કિસ્સાઓ સામે આવતાં હોય છે. જેમાં સૌથી વધુ કિસ્સાઓ પતિ અને પત્નીની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિના કારણે જ વિવાદ જોવા મળી રહ્યો છે. ત્યારે મુંબઈના રસ્તાઓ પર પતિ, પત્ની અને પતિની કથિત મહિલા મિત્ર સાથેનો એક કિસ્સો જોવા મળ્યો હતો. આ કિસ્સામાં પત્નીએ રસ્તા પર પતિની કાર પર ચપ્પલ માર્યા હતાં.
સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દક્ષિણ મુંબઈના એક રસ્તા પર મહિલા અને તેના પતિની વચ્ચે ઝઘડો જોવા મળ્યો હતો. આ ઝઘડામાં પત્ની ટ્રાફિકની વચ્ચે પોતાના પતિની કાર પર ચપ્પલ મારતી જોવા મળી રહી છે. આ ઘટનામાં મહિલાએ પોતાના પતિને તેની ગર્લફ્રેન્ડની સાથે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ રસ્તા પર જ વિવાદ થઈ ગયો હતો.
પતિ અને પત્નીની આ ઘટના બાદ રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. જેનાથી અવર-જવર કરી રહેલા લોકોને ઘણી મુશ્કેલી પડી હતી. વીડિયોમાં સાંજે લગભગ 5 વાગે એક સફેદ વ્હીકલમાં એક મહિલા એક કાળા રંગની એસયૂવીને રોકે છે. ત્યાર બાદ તે નીચે ઉતરીને બૂમાબૂમ કરવા લાગે છે અને ડ્રાયવરની સીટ પર બેઠેલ પોતાના પતિની વિંડશીલ્ડને મારે છે. મામલામાં ગામાદેવી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ અધિકારી રાજેન્દ્ર મોહિતેનું કહેવું છે કે, દંપત્તિ પર ટ્રાફિક જામ કરવાને લઈને દંડ ફટકારાયો છે. પોલીસનું કહેવું છે કે, આ મામલામાં કોઈ પણ પક્ષે કોઈ ફરિયાદ નોંધાવી નથી. એટલા માટે હજુ સુધી કોઈ એક્શન લેવામાં આવી નથી.Guess what's happening in the video
— Kamran (@CitizenKamran) July 12, 2020
.
.
.
.
This video has two parts.
First part here.
Second part in comment pic.twitter.com/BnVwmKw02a
આ બધાંની વચ્ચે સોશિયલ મીડિયા પર જાહેર રસ્તા પર વિવાદ કરવા માટે મહિલા અને તેના પતિની વિરૂદ્ધ ધરપકડની માંગ થઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion