શોધખોળ કરો
Advertisement
અભિનંદને MiG-21 વિમાનમાંથી કઇ મિસાઇલ છોડીને પાકિસ્તાનના F16ને તોડી પાડ્યુ, અંતિમ રેડિયો મેસેજનો થયો ખુલાસો
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના જાંબાઝ વિંગ કમાન્ડર વર્ધમાને પાકિસ્તાનની સીમામાં ઘૂસીને તેમના ફાઇટર જેટને તોડી પાડ્યુ હતુ. પાક સીમામાં ઇજેક્ટ થયા પહેલા મોકલેલા એક અંતિમ મેસેજનો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, છેલ્લો મેસેજ હતો- R-73 સિલેક્ટ કર્યુ. હકીકતમાં આ મેસેજનો અર્થ હતો તેમને હવાથી હવામાં જ પ્રહાર કરનારી Vympel R-73 મિસાઇલ ફાયર કરી દીધી છે.
Vympel R-73 મિસાઇલથી જ અભિનંદને પાકિસ્તાનના F16 ફાઇટર જેટને હવામાં તોડી પાડ્યુ હતું, જોકે, પાકિસ્તાન આજે પણ એ વાતનો ઇનકાર કરી રહ્યું છે ભારતે તેના F16ને તોડી પાડ્યુ છે.
નોંધનીય છે કે અભિનંદન ભારતના MiG-21 'બાઇસન' ફાઇટર જેટ પર સવાર હતા, આ જેટથી જ તેમને પાકિસ્તાનના ફાઇટર પ્લેનને તોડી પાડ્યુ. જોકે હુમલો કર્યા બાદ તેમનુ ફાઇટર પ્લેન પણ ક્રેશ થઇ ગયુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
ક્રિકેટ
Advertisement