શોધખોળ કરો
કોરોના સામે લડવા ભારતને 76 અબજ રૂપિયાની આર્થિક સહાયને વર્લ્ડબેન્કની મંજૂરી
વર્લ્ડ બેન્કની સહાયતા પરિયોજનાઓના 1.9 અબજ ડોલરના પ્રથમ સેટમાં 25 દેશોની મદદ કરવામાં આવશે
નવી દિલ્હીઃ વર્લ્ડ બેન્કે ભારતને કોરોના વિરુદ્ધ લડવા માટે એક અબજ ડોલરની ઇમરજન્સી આર્થિક સહાયને મંજૂરી આપી દીધી છે. વર્લ્ડ બેન્કની સહાયતા પરિયોજનાઓના 1.9 અબજ ડોલરના પ્રથમ સેટમાં 25 દેશોની મદદ કરવામાં આવશે અને 40થી વધુ દેશોમાં નવા અભિયાનો આગળ વધારવામાં આવી રહ્યા છે.
ઇમજરન્સી આર્થિક સહાયનો સૌથી મોટો હિસ્સો ભારતને આપવામાં આવશે જે અબજ ડોલર હશે. વર્લ્ડ બેન્કના કાર્યકારી નિર્દેશકોના મંડળે દુનિયાભરના વિકાસશીલ દેશો માટે ઇમરજન્સી સહાયતાના પ્રથમ સેટને મંજૂરી આપી ત્યારબાદ વર્લ્ડ બેન્કે કહ્યુ કે ભારતમાં એક અબજ ડોલરની ઇમરજન્સી આર્થિક સહાયતથી સારા સ્ક્રીનિંગ, લેબોરેટરી, વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ ખરીદવા અને આઇસોલેશન વોર્ડ બનાવવામાં મદદ મળશે. દક્ષિણ એશિયામાં વર્લ્ડ બેન્કે પાકિસ્તાન માટે 20 કરોડ ડોલર, અફઘાનિસ્તાન માટે 10 કરોડ ડોલર, માલદીવ માટે 73 લાખ ડોલર અને શ્રીલંકા માટે 12.86 કરોડ ડોલરની આર્થિક સહાયને મંજૂરી આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement