શોધખોળ કરો

Wrestlers : બજરંગ, સાક્ષી અને વિનેશ વિરુદ્ધ FIR દાખલ, જંતર-મંતર પર પ્રદર્શનને લઇને દિલ્હી પોલીસની કાર્યવાહી

દિલ્હી પોલીસે રવિવારે મોડી સાંજે જંતર-મંતર પર બનેલી ઘટનાને લઇને એફઆઇઆર નોંધી છે

દિલ્હી પોલીસે રવિવારે મોડી સાંજે જંતર-મંતર પર બનેલી ઘટનાને લઇને એફઆઇઆર નોંધી છે. મળતી માહિતી અનુસાર,  દિલ્હી પોલીસે કુસ્તીબાજ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા તેમજ વિરોધ પ્રદર્શનના આયોજકો અને અન્ય લોકો સામે કેસ નોંધ્યો છે.

આ તમામ સામે IPC કલમ- 147, 149, 186, 188, 332, 353, PDPP એક્ટની કલમ 3 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે રવિવારે સંસદ ભવનનાં ઉદ્ઘાટન દરમિયાન કુસ્તીબાજોએ મહિલા મહાપંચાયતની જાહેરાત કરી હતી. રવિવારે જ્યારે કુસ્તીબાજો પદયાત્રા કરી રહ્યા હતા ત્યારે પોલીસે કડક કાર્યવાહી કરી હતી, તેમજ વિરોધના સ્થળેથી કુસ્તીબાજોના ટેન્ટ વગેરે હટાવી દીધા હતા.

બજરંગ-સાક્ષી અને વિનેશ તેમજ આયોજકો વિરુદ્ધ FIR

પ્રાપ્ત માહિતી અનુસાર, બજરંગ પૂનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય કુસ્તીબાજોના પ્રદર્શનના આયોજકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે કુસ્તીબાજો રાત્રે પણ પ્રોટેસ્ટના સ્થળે આવ્યા હતા. લગભગ 7-8 લોકો હતા, તેમને પાછા મોકલી દેવામાં આવ્યા છે. હવે વિરોધ કરવાની પરવાનગી આપવામાં આવી નથી.

વિનેશ ફોગાટે ટ્વીટ કર્યું

FIR નોંધવાને લઈને રેસલર વિનેશ ફોગાટની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, 'દિલ્હી પોલીસને બ્રિજ ભૂષણ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં 7 દિવસનો સમય લાગે છે, જેમણે તેમની સાથે જાતીય શોષણ કર્યું હતું અને શાંતિપૂર્ણ આંદોલન કરવા બદલ અમારી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં 7 કલાક પણ લીધા નથી. શું આ દેશમાં સરમુખત્યારશાહી શરૂ થઈ છે? સરકાર તેના ખેલાડીઓ સાથે કેવો વ્યવહાર કરી રહી છે તેના પર સમગ્ર વિશ્વની નજર છે. નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે.

ઘરે પાછા જવું એ વિકલ્પ નથી: બજરંગ પૂનિયા

બજરંગ પૂનિયાએ કહ્યું કે ઘરે પાછા જવું એ કોઈ વિકલ્પ નથી. હું બાકીના કુસ્તીબાજોને મળીશ અને આગળ શું કરવું તે અમે નક્કી કરીશું. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે જાતીય સતામણીનો આરોપી સંસદની નવી ઇમારતના ઉદ્ઘાટનમાં હાજર રહ્યો હતો. દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં 7 દિવસનો સમય લીધો હતો અને અમારી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં 7 કલાકનો સમય લાગ્યો નથી.

દિલ્હી પોલીસે મહિલા મહાપંચાયત પર કાર્યવાહી કરી

દિલ્હી પોલીસે રવિવારે કડક કાર્યવાહી કરી હતી. રવિવારે કુસ્તીબાજો પર કરવામાં આવેલી કાર્યવાહી બાદ જ્યાં દિલ્હી પોલીસની ચારેબાજુથી નિંદા થઈ રહી છે. સાક્ષી મલિકે કહ્યું હતું કે કુસ્તીબાજોનો વિરોધ હજુ પૂરો થયો નથી અને દિલ્હી પોલીસ તેમને મુક્ત કરતાં જ તેઓ જંતર-મંતર પરત ફરશે. રવિવારે 'મહિલા મહાપંચાયત' દરમિયાન કુસ્તીબાજોને દિલ્હી પોલીસે નવા સંસદ ભવન તરફ જતાં અટકાવ્યા હતા. અટકાયત કરાયેલા કુસ્તીબાજોમાં વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને અન્ય વિરોધ કરી રહેલા કુસ્તીબાજોનો પણ સમાવેશ થાય છે.

મહિલા મહાપંચાયતને મંજૂરી નહોતી: દિલ્હી પોલીસ

પોલીસ અધિક્ષક (અંબાલા) જશનદીપ સિંહે કહ્યું કે દિલ્હીમાં 'મહિલા મહાપંચાયત'નું આયોજન કરવાની પરવાનગી આપવામાં આવી નહોતી. કોઈપણ અપ્રિય ઘટનાને રોકવા માટે સોનીપત, ઝજ્જર, જીંદ, કુરુક્ષેત્ર, અંબાલા, સિરસા અને ગુરુગ્રામ જિલ્લામાં પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને હરિયાણામાં પ્રવેશતા તમામ વાહનોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન કેટલાક વીડિયોમાં પોલીસકર્મીઓ કુસ્તીબાજો સાથે ઝપાઝપી કરતા જોવા મળે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Embed widget