Wrestlers Protest: હવે સચિન તેંડુલકરના ઘર સુધી પહોંચ્યો કુશ્તિબાજોના વિરોધના મુદ્દો, જાણો કોણે લગાવ્યા બેનર
Mumbai News: મુંબઈમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ કુસ્તીબાજોને સમર્થન ન આપવા બદલ બુધવારે ભૂતપૂર્વ ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરના ઘરની બહાર પોસ્ટરો લગાવ્યા હતા. જોકે બાદમાં પોલીસે પોસ્ટર હટાવી દીધું હતું.
Mumbai News: મુંબઈમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ કુસ્તીબાજોને સમર્થન ન આપવા બદલ બુધવારે ભૂતપૂર્વ ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરના ઘરની બહાર પોસ્ટરો લગાવ્યા હતા. જોકે બાદમાં પોલીસે પોસ્ટર હટાવી દીધું હતું. આ પોસ્ટર યુથ કોંગ્રેસના સભ્ય રંજીતા વિજય ગોરે લગાવ્યું હતું. પોસ્ટરમાં ભારત રત્ન એવોર્ડ વિજેતા સચિન તેંડુલકરના 'મૌન' પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે રમતની દુનિયામાં તમે 'ભગવાન' છો, પરંતુ જ્યારે કેટલીક મહિલા ખેલાડીઓ જાતીય સતામણી સામે અવાજ ઉઠાવી રહી છે ત્યારે તમારી માનવતા ક્યાંય દેખાતી નથી.
કુસ્તીબાજો હરિયાણામાં તેમના ઘરે પરત ફર્યા છે
તમને જણાવી દઈએ કે સાક્ષી મલિક સિવાય, ભૂતપૂર્વ WFI ચીફ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા તમામ કુસ્તીબાજો હરિયાણામાં તેમના ઘરે પરત ફર્યા છે. કુસ્તીબાજોએ દાવો કર્યો હતો કે તેઓ હરિદ્વારમાં તેમના 'મૌન વ્રત'ના કારણે મીડિયા સાથે વાતચીત કરતા નથી. જોકે કુસ્તીબાજો એકબીજાના કાનમાં કંઈક કહેતા જોવા મળ્યા હતા.
મેડલોને ગંગા નદીમાં પધરાવવાની જાહેરાત કરી હતી
કુસ્તીબાજોએ 23 એપ્રિલે જંતર-મંતર ખાતે તેમનું આંદોલન ફરી શરૂ કર્યું હતું પરંતુ 28 મેના રોજ નવી સંસદ ભવન તરફ કૂચ કરતી વખતે તેમની અટકાયત કરવામાં આવી હતી. આ પછી દિલ્હી પોલીસે વિરોધ સ્થળ પરથી તેમના સામાન હટાવી દીધા હતા અને તેમને ત્યાં પાછા આવતા અટકાવ્યા હતા. કુસ્તીબાજોએ મંગળવારે તેમના ચંદ્રકોને ગંગા નદીમાં પધરાવવાની જાહેરાત કરી હતી પરંતુ ખાપ અને ખેડૂત નેતાઓના સમજાવટ બાદ તેમ કર્યું ન હતું.
સાક્ષી હજુ પણ દિલ્હીમાં છે
વિરોધ કરી રહેલા જૂથના એક સભ્યએ કહ્યું, “તેઓ (વિરોધી કુસ્તીબાજો) સવારથી રડી રહ્યા હતા. જિલ્લા કક્ષાએ જીતેલા મેડલને ફેંકવા સહેલા નથી તો તેઓ તે આંતરરાષ્ટ્રીય મેડલને પધરાવવા માટે તૈયાર હતા. તે આઘાતમાં હતો, તેના મોંમાંથી એક પણ શબ્દ નીકળી રહ્યો ન હતો. તેણે દાવો કર્યો, “તેમણે મંગળવારે મૌન વ્રત કર્યા. તેથી જ હરિદ્વારમાં કોઈની સાથે વાત ન કરી. બધા પોતપોતાના ઘરે પરત ફર્યા છે પરંતુ સાક્ષી હજુ પણ દિલ્હીમાં છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ભૂતપૂર્વ WFI ચીફ વિરુદ્ધ ફરિયાદ નોંધાવનાર 'સગીર' હકીકતમાં સગીર નથી.