શોધખોળ કરો
Advertisement
પિતાના અવસાનના સમાચાર જાણીને પણ યોગીએ ન અટાકાવ્યું કામ, જાણો વિગતે
સીએમ યોગી આદિત્યનાથે પિતાના નિધનની સૂચના આપવામાં આવી ત્યારે તેઓ કોરોના સંકટ પર બનેલી ટીમ-11 સાથે મીટિંગ કરતા હતા.
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેસના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદસિંહ બિષ્ટનું આજે 89 વર્ષની વયે અવસાન થયું હતું. દિલ્હીની એઈમ્સમાં તેમની સારવાર ચાલતી હતી. છેલ્લા ઘણા દિવસોથી તેઓ વેંટિલેટર પર હતા અને આજે સવારે 10.40 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
સીએમ યોગી આદિત્યનાથે પિતાના નિધનની સૂચના આપવામાં આવી ત્યારે તેઓ કોરોના સંકટ પર બનેલી ટીમ-11 સાથે મીટિંગ કરતા હતા. આ દુઃખદ સમાચાર મળ્યા બાદ પણ તેમને મીટિંગ રોકી નહોતી.
યોગીના પિતા ઉત્તરાખંડના પૌડી જિલ્લાના યમકેશ્વરના પંચૂર ગામના રહેવાસી હતી. યોગી બાળપણમાં પરિવાર છોડીને ગોરખપુરના મહંત પાસે આવી ગયા હતા. તેના પિતાને ઘણા લાંબા સમયથી લીવર અને કિડનીની સમસ્યા હતા. ડોક્ટરોએ તેમનું ડાયાલિસીસ પણ કર્યુ હતું.
પૌડીમાં તબિયત ખરાબ થયા બાદ તેમને જોલીગ્રાંટની હિમાલયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબિયતમાં સુધારો નહીં થતાં એર એમ્બ્યુલન્સથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. યોગીના પિતા ઉત્તરાખંડમાં ફોરેસ્ટ રેંજર હતા અને 1991માં નિવૃત્ત થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion