શોધખોળ કરો
Advertisement
રાજસ્થાનના કોટાથી વિદ્યાર્થીઓને લાવવા યોગી સરકારે મોકલી બસો, નીતિશ કુમારે ઉઠાવ્યા સવાલ
બસની સાથે ઉત્તર પ્રદેશના પોલીસ જવાનો પણ પહોંચ્યા હતા. આ પોલીસ જવાનોની જવાબદારી વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાની હતી.
કોટાઃ રાજસ્થાનના કોટામાં ઉત્તર પ્રદેશે લગભગ 250 બસો વિદ્યાર્થીઓને લેવા માટે મોકલી હતી. વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરીને બસમાં બેસાડવાનો હતો પરંતુ જ્યારે બાળકો બસ સ્ટેન્ડ પર પહોંચ્યા તો સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામા આવ્યું નહી. બસ સ્ટેન્ડ પર એક સાથે ડઝનેકથી વધુ બસો ઉભી હતી. તમામ બસમાં ફક્ત 30 વિદ્યાર્થીઓને બેસાડવાના હતા પરંતુ બસ પકડવા માટે વિદ્યાર્થીઓની ભીડ ભેગી થઇ ગઇ હતી. આ દરમિયાન ના કોરોનાનો ડર હતો ના કોઇના ચહેરા પર માસ્ક હતો.
નોંધનીય છે કે કોટામાં લગભગ 30 હજાર વિદ્યાર્થી લોકડાઉનના કારણે ફસાયેલા છે. કોટાથી આઠ હજાર વિદ્યાર્થીઓને ઉત્તર પ્રદેશ લાવવા માટે યોગી સરકારે લગભગ 250 બસો મોકલી છે. 150 બસ આગ્રાથી રવાના કરાઇ હતી. બસની સાથે ઉત્તર પ્રદેશના પોલીસ જવાનો પણ પહોંચ્યા હતા. આ પોલીસ જવાનોની જવાબદારી વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાની હતી.
જોકે, બિહાર સરકારે ઉત્તર પ્રદેશની બસ મોકલવાનો વિરોધ કર્યો હતો. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, ઉત્તર પ્રદેશ સરકારનું આ પગલું લોકડાઉનના નિયમો અને ઉદ્દેશ્ય વિરુદ્ધ છે. આવું હોવું જોઇએ નહીં. ઉત્તર પ્રદેશથી કોટા બસ ચલાવવા પર બીજા રાજ્યો પર દબાણ બનશે. લોકો કહેશે જ્યારે ઉત્તર પ્રદેશ સરકાર કોટાથી વિદ્યાર્થીઓને બોલાવી રહી છે તો બીજા રાજ્યોએ પણ વિદ્યાર્થીઓને બોલાવવા જોઇએ. લોકો ટ્રેન અને બસ ચલાવવાની માંગ કરશે. નીતિશ કુમારે કહ્યુ કે, જો અમીર લોકો માટે બસો મોકલી શકો છો તો આ રીતે દેશના વિવિધ હિસ્સામાં ફસાયેલા ગરીબ મજૂરો માટે આ પગલું કેમ ભરવામાં ના આવ્યું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement