![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Virus: જાણો શું છે બરફની નીચેથી નીકળેલો જૉમ્બી વાયરલ ? જે આપી રહ્યો છે કોરોનાથી પણ ખતરનાક મહામારીના સંકેત
રિપોર્ટ અનુસાર, યૂરોપીય શોધકર્તાઓને રશિયાના સાયબેરિયામાં શોધ આધારિત તપાસ દરમિયાન આ વાયરસોની જાણ થઇ છે.
![Virus: જાણો શું છે બરફની નીચેથી નીકળેલો જૉમ્બી વાયરલ ? જે આપી રહ્યો છે કોરોનાથી પણ ખતરનાક મહામારીના સંકેત zombie virus is very dangerous, know about it, with it being discussed worldwide and it will be worse than corona Virus: જાણો શું છે બરફની નીચેથી નીકળેલો જૉમ્બી વાયરલ ? જે આપી રહ્યો છે કોરોનાથી પણ ખતરનાક મહામારીના સંકેત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/01/5708b8efbaee5cd582607dd394067c55166987197970777_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Zombie Virus: જળવાયુ પરિવર્તન લાંબા સમયથી માનવના દરેક પાસા માટે ખતરો બની ગયો છે. આ એક એવો પડકાર છે જેનાથી આગળ જતા માનવજાતને જબરદસ્ત મોટુ નુકશાન થઇ શકે છે. દુનિયાના દેશો આને કન્ટ્રૉલ કરવા અને સંભવ મુશ્કેલીઓથી બચવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે હવે સાયબેરિયામાંથી વધુ એક ખતરાની ઘંટડી વાગી ચૂકી છે.
ખરેખરમાં, સાયબેરિયામાં પીગળતા બરફે એક મોટો ખતરો પેદા કરી દીધો છે. ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ રશિયામાં જામેલા તળાવના નીચેના ભાગમાં દબાયેલા 48,500 વર્ષ જુના જૉમ્બી વાયરસને જીવંત કરવાનો દાવો કર્યો છે, અને હવે આનાથી આવનારી મહામારીની આશંકા પણ દર્શાવી છે, આ શોધ બાદ વૈજ્ઞાનિકની રાતોરાત ઉંઘ ઉડી ગઇ છે.
બરફમાં દબાયેલા 13 નવા ખતરનાક રોગાળુ નીકળ્યા -
અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર, સાયબેરિયા વિસ્તારમાં પરમાફ્રૉસ્ટની નીચથી એકત્ર નમૂનાઓની તપાસ કરવામાં આવી, તેમેન આમાં 13 નવા રોગાળુઓને શોધી કાઢ્યા છે. વૈજ્ઞાનિકોએ આને જૉમ્બી વાયરસ નામ આપ્યુ છે. તેમને બતાવ્યુ કે જામેલા બરફની નીચે હાજારો વર્ષો સુધી રહેવા છતાં તે સંક્રમક બની રહ્યાં છે. આ પ્રાચીન વાયરસના જીવંત થવાનુ કારણ છોડ, પશુ અને માનવના મામલામાં સ્થિતિ બહુજ વધુ ખરાબ બની શકે છે. અભ્યાસમાં સામે આવ્યુ છે કે, 13 વાયરસોથી ખતરો છે, આ તમામ વાયરસને પોતાનુ જીનૉમ છે.
સૌથી જુના જૉમ્બી વાયરસનું નામ પેન્ડો રાવાયરસ યેડોમા આપવામાં આવ્યુ -
રિપોર્ટ અનુસાર, યૂરોપીય શોધકર્તાઓને રશિયાના સાયબેરિયામાં શોધ આધારિત તપાસ દરમિયાન આ વાયરસોની જાણ થઇ છે. તેમને આ વિષાણુંને વિશેષ ઉદેશ્ય માટે પુનર્જીવિત કરી તેમને 13 અલગ અલગ રોગાળુ શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે. તમામને જૉમ્બી વાયરસ નામ આપવામાં આવ્યુ છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, શોધકર્તાઓએ બતાવ્યુ કે, આ વાયરસ વર્ષોથી બરફમાં જામેલો પડ્યો હતો. આમ છતાં તેમને સંક્રમણથી ફેલાવવાની ક્ષમતા બરકરાર છે. આ વાયરસોમાંથી સૌથી જુનો જૉમ્બી વાયરસને પેન્ડોરાવાયરસ યેડોમા નામ આપવામાં આવ્યુ છે. રોગાળુ પ્રજાતિના આ પ્રાચીન સભ્યએ ઉંમરના મામલામાં વધુ એક અન્ય ખતરનાક રોગાળુનો પણ રેકોર્ડ તોડી નાંખ્યો છે. વર્ષ 2013 માં મળેલા તે વાયરસની ઉંમર 30 હજાર વર્ષ બતાવવામાં આવી રહી હતી, પરંતુ પેન્ડોરાવાયરસ યેડોમા તેનાથી 18 હજાર 500 વર્ષથી પણ વધુ મોટો છે.
ગ્લોબલ વોર્મિંગને કારણે વધારો -
વૈજ્ઞાનિકોએ લાંબા સમયથી ચેતવણી આપી રહ્યાં છે કે, ગ્લોબલ વોર્મિંગના કારણે થિજાયેલો બરફ પિગળવાથી જળવાયુ પરિવર્તન ગડબડી શકે છે. જળવાયુ પરિવર્તનના કારણે જમીનમાં રહેલું મિથેનનું વિઘટન થશે જેનાથી ગ્રીનહાઉસ પર અસર પડશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગ્લોબલ વોર્મિંગને કારણે એવી પણ શક્યતા છે કે, પ્રાચિન પરમાફ્રોસ્ટ પિગળવાના કારણે અજાણ્યા વાયરસ પણ બહાર આવી જશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)