શોધખોળ કરો

કેનેડા અને ભારતના વિવાદ વચ્ચે વધશે મોંઘવારી? બંને દેશોનો તણાવ કિચનનું આ રીતે બગાડશે બજેટ

ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવની અસર હવે સામાન્ય માણસ પર પણ પડી શકે છે.બંને દેશો વચ્ચેના વિવાદને કારણે સામાન્ય માણસનું રસોડાનું બજેટ બગડી જવાની આશંકા છે. ચાલો સમજાવીએ કે કેવી રીતે...

દિલ્લી:ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલો તણાવ ઓછો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી, પરંતુ દિવસેને દિવસે કડવાશ વધી રહી  છે. બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને પણ હાંકી કાઢ્યા છે. આટલું જ નહીં, કેટલાક વેપાર સોદા જે થવાના હતા તેને પણ હાલ પૂરતો અટકાવી દેવામાં આવ્યો છે. બંન્ને દેશો વચ્ચે બગડતી સ્થિતિએ ભારે તણાવ પેદા કર્યો છે. વર્ષ 2023માં કેનેડા અને ભારત વચ્ચેનો વેપાર 8 અબજ ડોલર એટલે કે 67 હજાર કરોડ રૂપિયાનો હતો. આવી સ્થિતિમાં જો તણાવ વધતો રહ્યો તો અર્થવ્યવસ્થાને લગભગ 67000 કરોડ રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે. અર્થવ્યવસ્થાના યુદ્ધ બાદ હવે તેની અસર સામાન્ય લોકો  પર પણ જોવા મળી શકે છે. કેનેડા-ભારત વિવાદને કારણે સામાન્ય માણસનું રસોડાનું બજેટ બગડે તેવી શક્યતા છે. સાથે જ દેશમાં મોંઘવારી ઘટવાના બદલે વધી શકે છે.

સામાન્ય માણસની થાળીમાં સૌથી મહત્વની વસ્તુ કઠોળ છે. આવી સ્થિતિમાં ભારત અને કેનેડા વચ્ચેના તણાવની અસર કઠોળ પર પડી શકે છે. ભારત કેનેડામાંથી મોટા પ્રમાણમાં મસૂરની આયાત કરે છે. કેનેડા સાથે વધતા રાજકીય તણાવને કારણે ત્યાંથી કઠોળની આયાતને અસર થવાની સંભાવના છે. ખાસ કરીને દાળની આયાતને સૌથી વધુ અસર થવાની શક્યતાઓ જણાવાઈ રહી છે. આવો અમે તમને જણાવીએ કે આનાથી તમારી થાળીના બજેટ કેવી અસર થશે.

કિચનનું બજેટ બગડી શકે છે

ભારત કેનેડામાંથી મોટા પાયે મસૂરની આયાત કરે છે. વર્ષ 2022-23 દરમિયાન દેશમાં કુલ 8.58 લાખ ટન દાળની આયાત કરવામાં આવી હતી. જેમાંથી 4.85 લાખ ટન એકલા કેનેડામાંથી આયાત કરવામાં આવ્યા હતા. આ વર્ષે જૂન ક્વાર્ટર દરમિયાન દેશમાં લગભગ 3 લાખ ટન મસૂરની આયાત કરવામાં આવી હતી. જેમાં 2 લાખ ટનથી વધુ કઠોળ માત્ર કેનેડાથી જ આવી છે. આવી સ્થિતિમાં જો તણાવ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ભારતમાં દાળના ભાવ મોંઘા થઈ શકે છે. જે સામાન્ય માણસના ખિસ્સાને નુકસાન પહોંચાડી શકે છે.

દાળના ભાવ વધી શકે છે

જો ભારત-કેનેડા વિવાદ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો કઠોળનો પુરવઠો ઘટી શકે છે. જો દાળના પુરવઠાને અસર થશે તો તેની કિંમતો પર અસર થશે. દેશમાં દાળના ભાવ વધી શકે છે. નોંધનીય છે કે સરકારે છેલ્લા કેટલાક મહિનામાં દાળની મોંઘવારી પર અંકુશ મેળવવા માટે અનેક પગલાં લીધા છે. સરકારે કઠોળની આયાત માટેની શરતો હળવી કરી છે. આ સિવાય સ્થાનિક સ્તરે પણ સ્ટોક લિમિટ લાદવામાં આવી છે. જો કે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવા છતાં કઠોળની મોંઘવારી ઘટવાને બદલે સતત વધી રહી છે. આવી સ્થિતિમાં કેનેડા વિવાદ કઠોળની મોંઘવારી ઘટાડવાને બદલે વધી શકે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં મસૂરની આયાત

  • વર્ષ-2021-22 કુલ આયાત 6.67 લાખ ટન હતી જેમાંથી 5.23 લાખ ટન કેનેડામાંથી આયાત કરવામાં આવી હતી.
  • વર્ષ - 2020-21 કુલ આયાત 11.16 લાખ ટન હતી જેમાંથી 9.09 લાખ ટન કેનેડામાંથી આયાત કરવામાં આવી હતી.
  • વર્ષ - 2019-20 કુલ આયાત 8.54 લાખ ટન હતી જેમાંથી 6.48 લાખ ટન કેનેડામાંથી આયાત કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડની આગ?Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રીલFatehwadi Car Incident: રીલ્સ બનાવવાના ચક્કરમાં કેનાલમાં કાર ખાબકવાના કેસમાં પોલીસનો ખુલાસોGujarat BJP: ગુજરાત ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
lifestyle: જેનેરિક દવા શું છે, ભારતમાં બનેલી આ દવાઓનો કેમ વધી રહ્યો છે આખી દુનિયામાં ટ્રેન્ડ?
lifestyle: જેનેરિક દવા શું છે, ભારતમાં બનેલી આ દવાઓનો કેમ વધી રહ્યો છે આખી દુનિયામાં ટ્રેન્ડ?
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
Groundnut Godown Fire:   મગફળી ગોડાઉન આગ મામલે  કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો
Groundnut Godown Fire: મગફળી ગોડાઉન આગ મામલે કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Embed widget