Kanpur Fire: કાનપુરની હમરાજ માર્કેટમાં કપડાની 800થી વધુ દુકાનમાં લાગી ભીષણ આગ, કરોડોના નુકસાનનો અંદાજ
બાંસમંડીમાં હમરાજ માર્કેટની બાજુમાં આવેલા એઆર ટાવરમાં ગુરુવારે મોડી રાત્રે આગ લાગી હતી. ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ જોતા રાહદારીઓએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી
Kanpur Fire: કાનપુરના બાંસમંડીમાં હમરાજ માર્કેટની બાજુમાં આવેલા એઆર ટાવરમાં ગુરુવારે મોડી રાત્રે આગ લાગી હતી. ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ જોતા રાહદારીઓએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયર ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી.
કાનપુરમાં બાંસમંડી સ્થિત હમરાજ માર્કેટની બાજુમાં આવેલા AR ટાવરમાં ભીષણ આગ લાગી હતી. મોડી રાત્રે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અનેક ફાયર ટેન્કર ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવા પહોચ્યા હતા. ટાવર લગભગ છ કલાકથી સળગી રહ્યો છે.
આ અકસ્માતમાં પાંચ કોમ્પ્લેક્સ આગથી બળીને ખાખ થઈ ગયા છે. એક અંદાજ મુજબ 10 અબજથી વધુનું નુકસાન થયું છે. આ યુપીનું સૌથી મોટું રેડીમેડ હોલસેલ માર્કેટ છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.
કાનપુરના કમિશનર પણ ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોચ્યા હતા. આજુબાજુના જિલ્લાઓમાંથી પણ મદદ લેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પવનને કારણે આગ ઓલવવામાં મુશ્કેલી પડી હતી. એરફોર્સ, આર્મી, સીઓડી, ઓર્ડિનન્સના વાહનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ ઓલવવા માટે ભારે જહેમત હાથ ધરી હતી.કપડાની માર્કેટની 800 દુકાનમાં ભીષણ આગ લાગતા લાખોના નુકસાનનું અનુમાન સેવાઇ રહ્યુ છે. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે.
Indore temple well collapse: ઇન્દોર મંદિર દુર્ઘટનામાં 11 કચ્છના લોકો પણ મોતને ભેટયા, ‘પ્રત્યક્ષદર્શીએ કહ્યું લાશો તરતા જોઇ’
Indore temple well collapse:ઈન્દોરના મંદિરમાં સર્જાયેલી ભયંકર દુર્ઘટનામાં 35 લોકોએ જીવ ગુમાવ્યાં છે. મૃતકના 11 કચ્છના લોકોનો પણ સમાવેશ થાય છે. અકસ્માતમાં 6 વર્ષની બે માસુમ બાળકીઓએ પોતાની નજર સામે માતાને ડૂબતા જોઈ.
ઇન્દોર ખાતે સર્જાયેલી દુર્ઘટનામાં 11 કચ્છીઓના પણ મોત થયા છે. હતભાગી તમામ નખત્રાણા તાલુકાના કચ્છ પાટીદાર સમાજના લોકો હતા જે મૂળ કચ્છના પાટીદાર સમાજના છે અને ધંધાર્થે ઇન્દોરમાં સ્થળાંતરિત થયા હતા. જાણીએ શું છે સમગ્ર ઘટના
રામનવમીના દિવસે ઇન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિરમાં ભાવિકોની ભીડ જામી હતી. અહીં વાવ ઉપર યજ્ઞશાળા બનાવવામાં આવી હતી. હવનના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ સમયે વાવનો સ્લેબ તૂટી જતાં મોટી સંખ્યામાં લોકો વાવ પડ્યાં હતા. આ દુર્ઘટનામાં 35 લોકોના મોત થયા છે. જેમાં 11 કચ્છી લોકો પણ સામેલ છે. પાટીદાર સમાજના 11 લોકોના મોતથી સમગ્ર સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
મંદિરના કુવાની છત તૂટી પડતા સર્જાઈ હતી દુર્ઘટના. 11 મૃતકમાં 10 મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે.
મૃતકો નાં નામ નીચે મુજબ છે
2. દક્ષાબેન લક્ષ્મીકાંત રામાણી ૫૮ (નખત્રાણા)
3. કનકબેન કૌશલ લક્ષ્મીકાંત રામાણી ૩૨ (નખત્રાણા)
4.ગોમતીબેન ગંગદાસ પોકાર ૭૦ (રામપર સરવા)
5.પુષ્પાબેન દિનેશભાઈ પોકાર ૪૯ (હરીપર)
6.કસ્તુર બેન મનોહર ભાઈ રામાણી ૭૩ (નખત્રાણા )
7 પ્રિયંકા બેન પોકાર ૩૦(હરીપર)
8. વિનોદભાઈ ધનજીભાઈ નાકરણી ૫૮( વિરાણી મોટી)
9.શારદાબેન કેશવલાલ પોકાર ૫૫ (રામપર, સરવા)
10. રતનબેન નાનજીભાઈ રામાણી ૭૩ (નખત્રાણા )
11 જાનબાઈ ગંગારામ ભાઈ નાથાણી ૭૨ (નખત્રાણા)
આરતી સમયે લોકોની ઉમટી હતી ભીડ
દુર્ધટનાનો ભોગ બનાર બિઝનેસમેન મહેશ કૌશલે જણાવ્યું કે, “લોકો હવનમાં બેઠા હતા. પગથિયાંની ઉપર હવન કુંડ બાંધવામાં આવ્યો હતો. લોકો ભજન ગાતા હતા. પહેલા ભીડ ઓછી હતી, પરંતુ આરતી વખતે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.સ્લેબ તૂટતાંની સાથે જ સૌ કોઈ વાવમાં પડ્યાં . હું તરી પણ શકતો ન હતો, પણ ભગવાને ચમત્કાર કર્યો અને હું સીડી પર પહોંચી ગયો. લગભગ એક કલાક સુધી સીડીનો ખૂણો પકડીને ઊભો રહ્યો અને બાદ રેસ્ક્યૂ કરીને મને બચાવી લેવામાં આવ્યો”
મહિલાઓ અને બાળકોના મૃતદેહો તરતા જોયા
દુર્ઘટનાનો ભોગ બનનાર અન્ય એક વ્યક્તિ કુમાર સેઠીએ કહ્યું કે, “હું લાંબા સમય સુધી પાણીમાં હાથ-પગ ચાલીનs બચવાનો પ્રયાસ કરતો રહ્યો. ચારે બાજુથી બચાવો-બચાવોની ચીસો સંભળાતી હતી. થોડીવાર પછી પોલીસે દોરડા નાખ્યાં. હું દોરડું પકડીને બે કલાક એક જગ્યાએ ઊભો રહ્યો, પણ આ સમયે મેં મહિલાઓ અને બાળકોના મૃતદેહને તરતા જોયા”