(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi Video Conference:જન્મ શતાબ્દીના અવસરે PM મોદીએ પણ સોનલ માતાને કર્યાં યાદ, જુઓ વીડિયો
પીએમ મોદીએ સોનલ માતા જન્મ શતાબ્દી મહોત્સવના અવસરે સોનલ માતાને યાદ કર્યો અને લોકોને આ કામ કરવા કર્યો અનુરોઘ
PM Modi Video Conference:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં આયોજિત શ્રી સોનલ મા જન્મ શતાબ્દી સમારોહને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે સોનલ માએ જૂનાગઢને વિઘટનથી બચાવ્યું હતું એટલું જ નહીં, તેઓ આવા ષડયંત્ર ઘડનારાઓ સામે ચંડી બનીને ઉભા રહ્યાં હતા. પીએમએ કહ્યું કે સોનલ માએ સમાજને વ્યસન અને નશાના અંધકારમાંથી બહાર કાઢ્યા અને નવો પ્રકાશ આપ્યો. માએ આખી જીંદગી સમાજની ખરાબીઓ સામે લડત આપી અને તેમનું કાર્ય આજે પણ આપણને માર્ગ બતાવે છે.
સોનલ મા સમાજની એકતા માટે સમર્પિત રહી.
My message for birth centenary celebrations of Aai Shree Sonal Ma in Junagadh. https://t.co/mrbCOGkx73
— Narendra Modi (@narendramodi) January 13, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, સોનલ માએ સમાજને તમામ દુષણોથી મુક્ત કરવાનું કામ કર્યું છે. તેમનું સમગ્ર જીવન લોક કલ્યાણ માટે સમર્પિત હતું. પીએમ મોદીએ કહ્યું કે તેઓ દેશની એકતા અને અખંડિતતાના સૌથી મજબૂત રક્ષક હતા. જે સમયે ભારતનું વિભાજન થઈ રહ્યું હતું અને જૂનાગઢને ભારતથી તોડવાનું કાવતરું ચાલી રહ્યું હતું તે સમયે સોનલ માએ ચંડીની જેમ ઉભા રહીને ભારતને વિઘટનથી બચાવ્યું હતું.
PM મોદીએ રામ મંદિરને લઈને આ અપીલ કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો સોનલ માતા હોત તો તે ખૂબ જ ખુશ હોત. પરંતુ હું તમામ દેશવાસીઓને વિનંતી કરીશ કે 22 જાન્યુઆરીએ પોતાના ઘરોમાં દીવા પ્રગટાવો. મંદિર ગમે તે હોય, ત્યાં સ્વચ્છતા અભિયાન ચલાવવું જોઈએ અને દરેક પરિસ્થિતિમાં દેશમાં નવી રોશની જગાડવાનો પ્રયાસ કરવો જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે સ્વચ્છતા અભિયાન આવતીકાલથી જ શરૂ થવું જોઈએ અને તે 1 અઠવાડિયા સુધી ચાલવું જોઈએ.